ATM ફ્રોડથી રહો સાવધાન, માચીસની સળીથી ખાલી થઇ જશે તમારું એકાઉન્ટ
Trending Photos
ડિજિટલ લેણદેણ સતત વધી રહ્યું છે. લોકો બસ એટીએમમાંથી જરૂરિયાત પ્રમાણે પૈસા કાઢીને કામ ચલાવી લો છો. પૈસા કાઢવા માટે હવે બેંકોમાં લાઇનો લાગતી નથી. ઠેર-ઠેર એટીએમ મશીન ઉપલબ્ધ છે. જ્યારે પણ પૈસાની જરૂર પડે છે, તાત્કાલિક પૈસા કાઢો અને કામ થઇ જશે. પરંતુ જેમ કે જીવન સરળ થઇ રહ્યું છે, ટેક્નોલોજી વધી રહી છે, આમ તો ટેક્નોલોજીમાં છીંડા લગાવનારાઓ પણ વધી રહ્યા છે. એટીએમ ફ્રોડના નવા-નવા કીસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ એટીએમમાં માચીસની સળીનો ઉપયોગ કરીને લોકોના ખાતા ખાલી કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
દિલ્હીના રાજૌરી ગાર્ડન સ્થિત એક એટીએમમાં એક મહિલાએ પૈસા કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઇ ટેક્નિકલ ખામીના લીધી તે પોતાના ખાતામાંથી પૈસા નિકાળી શકી નહી. મહિલા જ્યારે એટીએમમાંથી નિકળીને પોતાના ઘરે જવા લાગી, ત્યારે તેના મોબાઇલ ફોન પર તેના ખાતામાંથી 10,000 રૂપિયા નિકાળવાનો મેસેજ આવ્યો. મેસેજ જોઇ મહિલા આધાતમાં સરી પડી અને તાત્કાલિક એટીએમ તરફ ભાગી. મહિલાએ જોયું કે એક વ્યક્તિ, જે એટીએમમાં તેની પાછળ ઉભો હતો, તે ત્યાં ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મહિલા હંગામો મચાવ્યો એટલે હાજર પોલીસકર્મીઓએ તે વ્યક્તિનો પીછો કર્યો અને થોડા અંતરેથી ઝડપી પાડ્યો. પોલીસને જ્યારે પૂછપરછ કરી તો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.
કેવી ખેલાય છે આ ખેલ
પોલીસના અનુસાર આરોપીએ જણાવ્યું કે તે એટીએમના કિપેડ નીચે માચિસની સળી લગાવી દેતા હતા, જેથી એટીએમમાં કાર્ડ તો સ્વાઇપ થઇ જાય છે, પરંતુ કીપેડથી કોઇ ટ્રાંજેક્શન થયું નથી. તેણે જણાવ્યું કે તે લોકોની પાછળ ઉભો રહીને તેમનો પાસવર્ડ જાણી લે છે અને તાત્કાલિક પાસવર્ડનો ઉપયોગ કરીને તેના ખાતામાંથી પૈસા કાઢી લે છે. પોલીસ હવે આ ગેંગના અન્ય લોકોને શોધી રહી છે.
તમે પણ રહો સાવધાનએટીએમમાં અવાર-નવાર નવા-નવા પ્રકારના ફ્રોડ સામે આવે છે. એટલા માટે એટીએમનો ઉપયોગ કરતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઇએ. બેંક તથા સરકાર પણ આ પ્રકારના ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. સાથે જ દરેક એટીએમ બૂથમાં એટીએમનો ઉપયોગ કરતી વખતે સાવધાની વિશે લખે છે. એટલા માટે આ પ્રકારની સૂચનાઓ ફક્ત એક જાહેરાત ન સમજો પરંતુ તેના પર અમલ પણ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે