Bank Holidays: મે મહિનામાં 12 દિવસ બેન્ક રહેશે બંધ, રજાની સાથે થશે મહિનાની શરૂઆત, જુઓ લિસ્ટ
Bank Holidays List may 2023 મે મહિનાની બેન્કની રજાઓનું લિસ્ટ સામે આવી ગયું છે. જો તમારે પણ બેન્કમાં કામ માટે જવાનું હોય તો પહેલાં આ રજાનું લિસ્ટ ચેક કરી લેજો. મે મહિનામાં કુલ 12 દિવસ બેન્ક બંધ રહેવાની છે.
Trending Photos
નવી દિલ્હીઃ એપ્રિલ મહિનાનો આજે છેલ્લો દિવસ છે. કાલ એટલે કે સોમવારથી નવા મહિનાની સરૂઆત થઈ જશે. નવા મહિનામાં બેન્કની રજાનું લિસ્ટ પણ સામે આવી ચુક્યુ છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર બેન્કોની રજાનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આરબીઆઈના લિસ્ટ પ્રમાણે મે મહિનામાં બેન્ક 12 દિવસ માટે બંધ રહેવાનું છે. મહિનાની શરૂઆત પણ રજાની સાથે થવાની છે. તેમાં કેટલીક રજાઓ દેશભરની બેન્ક પર લાગૂ થાય છે તો કેટલીક રાજ્ય અને ક્ષેત્ર વિશેષ પર. આ 12 દિવસની રજામાં 4 રવિવાર અને 2 શનિવારની રજા પણ સામેલ છે.
મેમાં કેટલા દિવસ બેન્ક બંધ
મેમાં અલગ-અલગ તક પર કુલ 12 દિવસ બેન્ક બંધ રહેશે. તેમાં 6 દિવસ તહેવારો, દિવસ અને જયંતિને કારણે બેન્ક બંધ રહેશે તો 4 રવિવાર અને 2 શનિવારે દેશભરમાં બેન્કોની રજા હોય છે. મે મહિનાની શરૂઆત રજાની સાથે થઈ રહી છે. તેમાં 1 મેએ મજૂર દિવસ પર દેશભરમાં બેન્ક બંધ રહેશે. આ સિવાય મેમાં મહારાષ્ટ્ર દિવસ, બુદ્ધ પૂર્ણિમા, મહારાણા પ્રતાપ જયંતીના અવસરે બેન્કમાં રજા રહેશે. તમને જણાવી દઈએ કે બેન્કોની રજા અલગ-અલગ ઝોન પ્રમાણે અલગ-અલગ હોય છે.
મેમાં ક્યારે બેન્ક રહેશે બંધ
તારીખ | બંધનું કારણ | ક્યાં બેન્ક રહેશે બંધ | ||
1 મે 2023 | મહારાષ્ટ્ર દિવસ/મે દિવસ | બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોચી, કોલકાતા, મુંબઈ, નાગપુર, પણજી, પટના અને ત્રિવેન્દ્રમ | ||
2 મે 2023 | કોર્પોરેશન ચૂંટણી | શિમલા | ||
5 મે 2023 | બુદ્ધ પૂર્ણિમા | અગરતલા, આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, મુંબઈ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર | ||
7 મે 2023 | રવિવાર | દેશભરમાં બેન્ક બંધ | ||
9 મે 2023 | ટાગોર જયંતી | કોલકત્તા | ||
13મે 2023 | બીજો શનિવાર |
|
||
14 મે 2023 | રવિવાર |
|
||
16 મે 2023 | સ્ટેટ ડે | ગંગટોક | ||
20 મે 2023 | ચોથો શનિવાર |
|
||
21 મે 2023 | રવિવાર |
|
||
22 મે 2023 | મહારાણા પ્રતાપ જયંતિ | શિમલા | ||
28 મે 2023 | રવિવાર |
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે