હવે મળશે પતંજલિનું દૂધ, કિંમત બીજા કરતા 2 રૂ. ઓછી

યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ સતત પોતાની પ્રોડક્ટ્સ વધારી રહી છે.

હવે મળશે પતંજલિનું દૂધ, કિંમત બીજા કરતા 2 રૂ. ઓછી

નવી દિલ્હી : યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ સતત પોતાની પ્રોડક્ટ્સ વધારી રહી છે. ગુરુવારથી પતંજલિ હવે દૂધ, દહીં, છાશ અને પનીર ઉદ્યોગમાં પણ ઝંપલાવી રહી છે. રામદેવ નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં તેની જાહેરાત કરી છે. હવે માર્કેટમાં પતંજલિનું દૂધ, દહીં, છાશ તેમજ પનીર મળશે. બાબા રામદેવે લોન્ચિંગ વખતે કહ્યું છે કે પતંજલિનું દૂધ બે રૂપિયા સસ્તું મળશે. તેમણે માહિતી આપી છે કે પતંજલિના તમામ ડેરી ઉત્પાદનો સસ્તા હશે અને દિવાળીથી પતંજલિના કપડાં પણ માર્કેટમાં મળશે. 

રામદેવની કંપની પતંજલિ આ પહેલા રિટેલ અને ઘરેલુ સમાનના ઉદ્યોગમાં પોતાનો દબદબો જમાવી ચૂકી છે. હવે દૂધ પ્રોડક્ટ્સની ઇન્ડસ્ટ્રીઝમાં આવવાની સાથે જ રામદેવની સીધી સ્પર્ધા અમૂલ અને મધર ડેરી જેવી મોટી કંપનીઓ સાથે થશે. પતંજલિની આયુર્વેદિક દવાઓ, ટૂથપેસ્ટ, મસાલા વગેરે બજારમાં પોતાનું મજબૂત સ્થાન જમાવી ચૂક્યા છે. પતંજલિનું ટર્નઓવર વિતેલા ઘણાં વર્ષોથી સતત વધી રહ્યું છે.

બાબા રામદેવે કહ્યું છે કે તેઓ શુદ્ધ દેશી ગાયનું દૂધ લોન્ચ કરી રહી છે જેની કિંમત એક લીટરના 40 રૂ. રાખવામાં આવી છે. આવતી કાલથી દેશમાં સાત લાખ લીટર દૂધનું ઉત્પાદન શરૂ થઈ જશે. આ સિવાય પતંજલિ સોલર પેનલ, પતંજલિ ફ્રોઝન, પતંજલિ દુગ્ધ અમૃત અને પતંજલિ દિવ્ય જળ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news