બિઝનેસમેને દાન કરી 2 કરોડથી વધુની સંપત્તિ, મૃત્યું પહેલાં પુત્રીને સોંપ્યું આ કામ

આપણા સમાજમાં દરેક માતા-પિતા આખુ જીવન મહેનતથી સંપત્તિ એકઠી કરે છે, જેથી તેના બાળકોનું જીવન આરામથી પસાર થઇ શકે, પરંતુ ઓસ્ટ્રેલિયાઇ બિઝનેસમેનની એક કહાણી સામે આવી છે જે આશ્વર્યમાં મુકી શકે તેવી છે. અહીંના એક બિઝનેસમેને પોતાની બધી સંપત્તિ બાળકોને આપવાના બદલે દાન કરી દીધી છે. આ બિઝનેસમેને પોતાના બાળકો માટે કોઇ સંપત્તિ છોડી નથી. તેમણે પોતાના મૃત્યું પહેલાં જ આ પ્રકારની વસિયત બનાવી લીધી છે કે તેમની બધી સંપત્તિ દાન કરવામાં આવે. 
બિઝનેસમેને દાન કરી 2 કરોડથી વધુની સંપત્તિ, મૃત્યું પહેલાં પુત્રીને સોંપ્યું આ કામ

કૈનબરા: આપણા સમાજમાં દરેક માતા-પિતા આખુ જીવન મહેનતથી સંપત્તિ એકઠી કરે છે, જેથી તેના બાળકોનું જીવન આરામથી પસાર થઇ શકે, પરંતુ ઓસ્ટ્રેલિયાઇ બિઝનેસમેનની એક કહાણી સામે આવી છે જે આશ્વર્યમાં મુકી શકે તેવી છે. અહીંના એક બિઝનેસમેને પોતાની બધી સંપત્તિ બાળકોને આપવાના બદલે દાન કરી દીધી છે. આ બિઝનેસમેને પોતાના બાળકો માટે કોઇ સંપત્તિ છોડી નથી. તેમણે પોતાના મૃત્યું પહેલાં જ આ પ્રકારની વસિયત બનાવી લીધી છે કે તેમની બધી સંપત્તિ દાન કરવામાં આવે. 

ઓસ્ટ્રેલિયાઇ બિઝનેસમેન સ્ટૈન પેરૉન (Stan Perron)એ પોતાની 2.8 અરબ (2 ખરબ એક અરબ 37 કરોડ 60 લાખ) ડોલરની સંપતિ દાન કરી દીધી છે. પેરોનનું નવેમ્બર મહિનામાં 96 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું હતું. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર સ્ટૈનના ગુરૂવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં પરિવારના સભ્યો, મિત્રો અને અન્ય લોકોએ ભાગ લીધો.  

પોતાના મૃત્યું પહેલાં સ્ટૈને એક નિવેદનમાં લખ્યું હતું કે તે પોતાની સંસ્થા સ્ટૈન પેરોન ધર્માર્થ સંસ્થાને પોતાની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો દાન કરી રહ્યા છે. સ્ટૈને લખ્યું હતું કે 'મેં મારા બાળપણના લક્ષ્યને પુરો કર્યો અને પોતાના પરિવાર માટે કંઇપણ કર્યું નથી. પરંતુ હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મેં જે કમાણી કરી છે, તેનાથી હું વંચિત લોકોની મદદ કરી શકું છું અને તેમના જીવનને બદલવામાં સક્ષમ છું.  

આ ધર્માર્થ સંસ્થા વેસ્ટન ઓસ્ટ્રેલિયાના બાળકોના સ્વાસ્થ્ય પર કેંદ્વિત છે, જેની દેખરેખ હવે સ્ટૈનની પુત્રી (52) કરશે. સ્ટૈનનું બાળપણ ગરીબી પસાર થયું હતું, પરંતુ મહેનતના જોરે ધીમે-ધીમે તેમણે દેશભરમાં પોતાનો બિઝનેસ ફેલાવી લીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news