5 વર્ષમાં 500% નું મલ્ટીબેગર રિટર્ન, આ કંપનીએ આપ્યું ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન

Ashoka Metcast નું સ્ટીલના ક્ષેત્રમાં કામકાજ છે, તો હવે કંપની કેમિકલ બિઝનેસમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. આ કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને 500 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.
 

5 વર્ષમાં 500% નું મલ્ટીબેગર રિટર્ન, આ કંપનીએ આપ્યું ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન

Stock Market: શેર બજારમાં ઘણા શેર લિસ્ટ છે. તેમાંથી ઘણા શેર નાની કંપનીઓ તો કોઈ મોટી કંપનીઓના છે. સાથે નાની કંપનીઓમાં ગ્રોથની પણ ખુબ સંભાવનાઓ રહે છે અને તેના શેર ઘણીવાર મલ્ટીબેગર બની જાય છે. આવા મલ્ટીબેગર સ્ટોકના લિસ્ટમાં મેટલ કંપની Ashoka Metcast પણ સામેલ છે. આ કંપનીએ પાંચ વર્ષમાં ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ રિટર્ન 500 ટકાનું છે. 500 ટકાનું રિટર્ન લઈને કંપનીના ઈન્વેસ્ટરો માલામાલ થઈ ગયા છે, તો હવે કંપની તરફથી નવા બિઝનેસની સંભાવનાઓ શોધવામાં આવી રહી છે. 

નવો બિઝનેસ
મેટલ કંપની Ashoka Metcast નું સ્ટીલ ક્ષેત્રમાં કામકાજ છે, તો હવે કંપની કેમિકલ બિઝનેસમાં પણ ઉતરવાની તૈયારી કરી રહી છે. તે માટે કંપની તરફથી સંભવિત માર્કેટ જોખમ, લાભો, રણનીતિ અને આગળ વધવાના પ્લાનનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કંપનીના શેરમાં તેજી જોવા મળી છે. 7 ફેબ્રુઆરીએ કંપનીના શેરમાં 0.98 રૂપિયા એટલે કે 3.84 ટકાની તેજી જોવા મળી છે. 

શેરમાં તેજી
Ashoka Metcast ના શેર પાંચ વર્ષ પહેલા આઠ ફેબ્રુઆરી 2019ના આશરે 4 રૂપિયાના ભાવ પર હતા. ત્યારબાદ શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને ઓગસ્ટ 2019થી ડિસેમ્બર 2020 સુધી કંપનીના શેર 2-3 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ શેરમાં તેજી જોવા મળી છે અને હવે સ્ટોકે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 

500 ટકાથી વધુનું રિટર્ન
મે 2022માં શેરની કિંમત 10 રૂપિયા સુધી પહોંચી ગઈ અને ત્યારબાદ મે 2023 સુધી તેની કિંમત ડબલ થઈ 20 રૂપિયા થઈ ગઈ હતી. 7 ફેબ્રુઆરીએ આ શેર 26.49 રૂપિયા પર બંધ થયો છે. આ સાથે પાંચ વર્ષમાં શેરની કિંમત 22.17 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે સ્ટોકે ઈન્વેસ્ટરોને 513.19 ટકાનું રિટર્ન છેલ્લા પાંચ વર્ષમાં આપ્યું છે. 

ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે તમારા એડવાઇઝરની સલાહ લો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news