Auto પર બનાવ્યું એક લાખ રૂપિયામાં હાઇટેક ઘર, આનંદ મહિંદ્રાએ કરી મોટી ઓફર

એવો એક આઇડિયા (Idea) ના લીધે હરતા ફરતા ઘરને લઇને છે, જેને એક સાધારણ ઓટો પર બનાવવામાં આવ્યું છે, તેની ડિઝાઇન ખાસ છે કે ખુદ ઓટો સેક્ટરના દિગ્ગજ આનંદ મહિદ્રા (Anand Mahindra) એ આગળ વધીને ડિઝાઇનરને મોટી ઓફર આપી છે. 

Auto પર બનાવ્યું એક લાખ રૂપિયામાં હાઇટેક ઘર, આનંદ મહિંદ્રાએ કરી મોટી ઓફર

નવી દિલ્હી: ભારત સરકાર સતત ઇનોવેશન અને આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યું છે. અને તેનાથી પ્રેરિત થઇને ઘણા લોકો સતત નવા-નવા આઇડિયા લઇને સામે આવી રહ્યા છે. આ આઇડિયા (Idea) એટલા ખાસ છે કે સામાન્ય લોકોની સાથે-સાથે ઇંડસ્ટ્રીના દિગ્ગજ પણ તેનાથી પ્રભાવિત થઇ રહ્યા છે. એવો એક આઇડિયા (Idea) ના લીધે હરતા ફરતા ઘરને લઇને છે, જેને એક સાધારણ ઓટો પર બનાવવામાં આવ્યું છે, તેની ડિઝાઇન ખાસ છે કે ખુદ ઓટો સેક્ટરના દિગ્ગજ આનંદ મહિદ્રા (Anand Mahindra) એ આગળ વધીને ડિઝાઇનરને મોટી ઓફર આપી છે. 

શું છે આ ઘરની ખાસિયત 
ટ્વિટર પર એક વ્યક્તિએ આ ઘરને ટ્વીટ કરતાં જાણકારી આપી રહ્યા છે કે આ ઘરનું સોલો નામ 'સોલો 01' છે અને તેને ચેન્નઇના અરૂણ પ્રભુએ ડિઝાઇન કરી છે. તેના માટે અરૂણએ એક ઓટો અને એક લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. ટ્વીટ કરવામાં આવેલી તસવીરોમાં છત પર સોનલ પેનલ લગાવવામાં આવી છે તો બીજી તરફ છત પર પાણીની નાની ટેંક પણ છે. આ સાથે જ છત પર આરામ કરવા માટે ખુરશી પણ આપવામાં આવી છે.

— Alok Jain ⚡ (@WeekendInvestng) September 23, 2020

 

ઘરની ઉંચાઇ લગભગ બે ગણી છે. તો બીજી તરફ લંબાઇ અને પહોળાઇ પણ એક રૂમ કરતાં ઓછી છે, જોકે આ સ્પેસમાં એક ઘરની સુવિધાઓ આપવામાં આવી છે. તસવીરો દ્રારા આ ઘરને ફરવાના શોખીનો માટે પ્રકૃતિના નજીક રહીને થોડો સમય વિતાવવા માટે આરામદાયક વિકલ્પના રૂપમાં બતાવવામાં આવ્યું છે. 

— anand mahindra (@anandmahindra) February 27, 2021

શું છે આનંદ મહિંદ્રાની ઓફર
સોશિયલ મીડિયા (Social Media) પર આ ઘરની જોરદાર પ્રશંસા થઇ રહી છે. ઓટો સેક્ટરના દિગ્ગજ મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રા (Anand Mahindra) એ આગળ વધીને અરૂણ પ્રભુને ઓફર પણ આપી છે. તેમણે ડિઝાઇનરની જાણકારી માંગતાં કહ્યું કે તે બોલેરો પિક અપ પર પણ બનાવી શકે છે. આનંદ મહિંદ્રાએ કહ્યું કે તેનાથી ઓછી જગ્યાની તાકાત ખબર પડશે. જે હંમેશા ચાલતા રહેવાની ઇચ્છા રાખનારા અને કોરોના સંકટ બાદ ફરવાના શોખીનો માટે આગામી સમયમાં ચલણ બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news