પાકિસ્તાન જેવા 3 દેશો કરતા વધારે અમીર છે APPLE કંપની

એપ્પલનું બજાર મૂલ્ય 1 હજાર અબજ ડોલરને પાર થઇ ચુક્યું છે, જે પાકિસ્તાન જેવા દેશોના અર્થતંત્ર કરતા પણ મોટું

પાકિસ્તાન જેવા 3 દેશો કરતા વધારે અમીર છે APPLE કંપની

સાન ફ્રાંસિસ્કો : લક્ઝરી સ્માર્ટફોન બનાવનારી કંપની એપ્પલ શેર બજારમાં યોજનાબદ્ધ વિશ્વની પહેલી એવી કંપની બની ચુકી છે જેનું બજાર મૂલ્યાંકન એક હજાર અબજ ડોલરને પાર થઇ ગયું છે. સિલિકોન વેલીના એક ગેરેજમાં 42 વર્ષ પહેલા ચાલુ થયેલી આ કંપનીએ આ મુકામ ગુરૂવારે પ્રાપ્ત કર્યું. એટલી મોટી માર્કેટ વેલ્યુનો અર્થ છે કે તેની વાર્ષિક કમાણી 89 દેશોના જીડીપી કરતા પણ વધારે છે. વર્લ્ડ બેંકના એક રિપોર્ટ પર નજર કરીએ તો પાકિસ્તાનને જીડીપી 283 અબજ ડોલર છે એટલે કે એપ્પલનું જીડીપી પાકિસ્તાન જેવા 3 દેશો કરતા પણ વધારે થઇ ગયું છે. 

ફેક્ટસેટ અનુસાર એપ્પલનો શેર ગુરૂવારે 5.89 ડોલર મજબુત થઇને 207.39 ડોલર પર પહોંચી જશે. તેનાથી કંપનીનું બજાર મૂલ્યાંકન એક હજાર અબજ ડોલરની પાર આશરે 2,002,679,220,000 ડોલર પર પહોંચી ગઇ. આ ઉપલબ્ધિ 997માં કલ્પના કરતા પણ પરે હતી. જ્યારે કંપની દેવાળુ ફુંકવાની કગાર પર પહોંચી ગઇ હતી, ત્યારે કંપનીને પ્રતિદ્વંદી કંપની માઇક્રોસોફ્ટ થકી આર્થિક મદદ લેવી પડી હતી. 

જોબ્સે સંભાળી હતી કંપની
એપ્પલની આ ઐતિહાસિક ઇબારતનો પાયો એક સમયે કંપનીમાંથી કાઢી લેવાયેલા સંસ્થાપક સ્ટીવ જોબ્સે લખી. અંતરિમ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) બનીને પરત કંપનીમાં પરત ફરેલા જોબ્સે આઇફોન અને આઇપેડ જેવા વિશિષ્ઠ ઉત્પાદ રજુ કર્યા જેમાં કંપનીને સફળતાના નવા શિખર પર પહોંચાડી. હાલ કંપનીના કુલ આવકમાં આઇફોનનો બેતૃતિયાંશ હિસ્સો છે. 

કંપનીનું માર્કેટ કેપ 83 અબજ ડોલર વધ્યું
કંપનીએ મંગળવારે બહાર પડાયેલા ત્રિમાસિક આર્થિક પરિણામ દરમિયાન કહ્યું હતું કે તેણે આઇફોનની સરેરાશ કિંમત ગત્ત વર્ષના સમાન અવધિમાં 606 ડોલરની તુલનામાં 724 ડોલર પ્રતિ સ્માર્ટફોન પર પહોંચી ચુકી છે. ગત્ત બે દિવસમાં કંપનીનાં શેરને 9 ટકા ચઢી છેજેનાથી આ વર્ષ દરમિયાન કંપનીનો શેર 23 ટકા વધી ચુક્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news