એપલનું વેચાણ ઘટ્યું, સીઈઓ ટીમ કુકના પગારમાં આશરે 29 કરોડનો ઘટાડો
એપલ કંપનીએ જણાવ્યું કે, ટિમ કુકના પગારમાં ઘટાડાનું મુખ્ય કારણ તેમનું પ્રોત્સાહન બોનસ (ઇન્સેટિવ બોનસ) ઓછું થવું રહ્યું છે. તેમને 2018માં 120 લાખ ડોલર પ્રોત્સાહન બોનસ મળ્યું હતું તો 2019માં ઘટીને 77 લાખ ડોલર રહી ગયું છે.
Trending Photos
સાન ફ્રાન્સિસ્કોઃ એપલના વાર્ષિક વેચાણમાં ઘટાડો થવાની અસર ટિમ કુકના પગાર પર પણ પડી છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ટિમ કુકની વાર્ષિક વેતન ચુકવણી 2019માં ઓછી થઈને 116 લાખ ડોલર (83 કરોડ રૂપિયા) રહી ગઈ છે. એક વર્ષ પહેલા 2018માં કંપનીએ તેમને 157 લાખ ડોલર (આશરે 112 કરોડ રૂપિયા)ની ચુકવણી કરી હતી. કંપનીએ અમેરિકાના માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ અને એક્સચેંજ કમિશન (એસઈસી)ને તેની જાણકારી આપી છે.
એપલ કંપનીએ જણાવ્યું કે, ટિમ કુકના પગારમાં ઘટાડાનું મુખ્ય કારણ તેમનું પ્રોત્સાહન બોનસ (ઇન્સેટિવ બોનસ) ઓછું થવું રહ્યું છે. તેમને 2018માં 120 લાખ ડોલર પ્રોત્સાહન બોનસ મળ્યું હતું તો 2019માં ઘટીને 77 લાખ ડોલર રહી ગયું છે. કંપનીએ 2018માં નક્કી વેચાણ લક્ષ્યથી 100 ટકા વધારાનો આંકડો હાસિલ કર્યો હતો, જ્યારે 2019માં લક્ષ્યથી માત્ર 28 ટકા વધુનું વેચાણ થઈ શક્યું છે.
મહત્વનું છે કે ટિમ કુકનું મૂળ વેતન 30 લાખ ડોલર છે. તેનાથી વધુ કંપનીના પ્રદર્શનના આધાર પર પ્રોત્સાહન બોનસ મળે છે. કંપનીની સુરક્ષા તથા કાર્યક્ષમતા સારી બનાવી રાખવા જેવા કારણોને લીધે કુકને પ્રાઇવેટ પ્લેન પણ આપેલું છે. પગાર સિવાય કુકની પાસે કંપનીના પ્રમુખ તરીકે 11.30 કરોડ ડોલરના એપલના શેર પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે