Amul ની પ્રોડક્ટ્સ ખરીદતા ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, તૈયાર છે 1500 કરોડનો મેગા પ્લાન

દેશની સૌથી જાણીતી ડેરી બ્રાન્ડ અમૂલ (Amul) મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે. અમૂલ બ્રાન્ડની પેરેન્ટ કંપની GCMMFએ આગામી બે વર્ષમાં 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. GSMMF અમૂલ બ્રાન્ડની અનેક પ્રોડક્ટ વેચે છે. પીટીઆઈના એક અહેવાલ મુજબ GSMMFના એમડી આર એસ સોઢીએ કહ્યું કે કંપની આગામી બે વર્ષમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવા પર 1000 રૂપિયા ખર્ચ કરશે. આ ઉપરાંત 500 કરોડ રૂપિયાના નવા પ્રોડક્ટ જેમ કે ખાદ્ય તેલની સુવિધાઓ પર ખર્ચ કરશે. 

Amul ની પ્રોડક્ટ્સ ખરીદતા ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, તૈયાર છે 1500 કરોડનો મેગા પ્લાન

નવી દિલ્હી: દેશની સૌથી જાણીતી ડેરી બ્રાન્ડ અમૂલ (Amul) મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે. અમૂલ બ્રાન્ડની પેરેન્ટ કંપની GCMMFએ આગામી બે વર્ષમાં 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. GSMMF અમૂલ બ્રાન્ડની અનેક પ્રોડક્ટ વેચે છે. પીટીઆઈના એક અહેવાલ મુજબ GSMMFના એમડી આર એસ સોઢીએ કહ્યું કે કંપની આગામી બે વર્ષમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવવા પર 1000 રૂપિયા ખર્ચ કરશે. આ ઉપરાંત 500 કરોડ રૂપિયાના નવા પ્રોડક્ટ જેમ કે ખાદ્ય તેલની સુવિધાઓ પર ખર્ચ કરશે. 

સોઢીએ કહ્યું કે Gujarat Co-operative Milk Marketing Federation Ltd(GCMMF)ને ચાલુ નાણાકીય વર્ષમાં રેવન્યૂમાં 12થી 15 ટકા વધારો થવાની આશા છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીની આવક 38,550 કરોડ રૂપિયા રહી હતી. તેમણે કહ્યું કે કોવિડ મહામારી હોવા છતાં અમને આવકમાં સારો એવો વધારો થવાની આશા છે. જેનું કારણ એ છે કે બ્રાન્ડેડ ફૂડ  પ્રોડક્ટની માગમાં વધારો થયો છે. 

સોઢીએ જણાવ્યું કે કંપની આગામી બે વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં ડેરી પ્લાન્ટ લગાવવા પર લગભગ 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.  તેમણે કહ્યું કે અમે અમારી પ્રોસેસિંગ કેપેસિટીને 380 લાખ લીટર દૂધ પ્રતિદિનથી વધારીને 420 લાખ લીટર પ્રતિદિન કરીશું. નવા કારોબાર અંગે સોઢીએ કહ્યું કે અમૂલે મીઠાઈ બનાવવાનું પણ શરૂ કર્યું છે. આ માટે  બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન પણ શરૂ કરાયું છે. 

તેમણે કહ્યું કે GCMMF ફૂડ ઓઈલ અને આલુ પ્રોસેસિંગ સેગમેન્ટમાં પણ મેદાનમાં ઉતર્યું છે. તેની પાછળનો હેતુ ગુજરાત અને અન્ય રાજ્યોના ખેડૂતોની આવક વધારવાનો છે. તેમણે કહ્યું કે ફૂડ ઓઈલનું માર્કેટિંગ નવી બ્રાન્ડ 'જન્મય' નામથી થશે. તેમણે જણાવ્યું કે તે હેઠળ મગફળીનું તેલ, બિનૌલા તેલ, સૂરજમુખીનું તેલ, સરસવનું તેલ, અને સોયાબીનના તેલનું પ્રોડક્શન કરાશે. સોઢીએ કહ્યું કે ફૂડ ઓઈલ બેકરી અને આલુ પ્રોસેસિંગ માટે અમારી પાસે પહેલેથી કેટલાક પ્લાન્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news