Amul પોતાની 75મી વર્ષગાંઠ પર લોકોને આપશે 6 હજાર રૂપિયા? Whatsapp પર મેસેજ ફરતો થતા બજારમાં બૂમ પડી ગઈ!
વોટ્સએપ પર લોકોને એવા મેસેજ આવ્યા છે, જેના કારણે લોકો ખૂબ આશ્ચર્યચકિત છે. મેસેજ એમ છે કે, અમૂલ પોતાની 75 મી વર્ષગાંઠ પર લોકોને 6 હજાર રૂપિયા મફત આપશે. ચાલો જાણીએ શું છે સત્ય.
Trending Photos
નવી દિલ્હી: વોટ્સએપ પર લોકોને એવા મેસેજ આવ્યા છે, જેના કારણે લોકો ખૂબ આશ્ચર્યચકિત છે. મેસેજ એમ છે કે, અમૂલ પોતાની 75 મી વર્ષગાંઠ પર લોકોને 6 હજાર રૂપિયા મફત આપશે. ચાલો જાણીએ શું છે સત્ય.જો તમે સ્પૈમ વોટ્સએપ ગ્રુપનો હિસ્સો હોવ, તો શક્ય છે કે અમૂલની 75મી વર્ષગાંઠ વિશે કોઈ સંદેશ તમારા સુધી પહોંચ્યો હશે. Whatsappના આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે સર્વેમાં ભાગ લેશો તો તમે 6,000 રૂપિયાનું ઈનામ જીતી શકશો. જો તમને પણ આ મેસેજ મળ્યો છે, તો ભૂલથી પણ ક્લિક ન કરો, કારણ કે તે નકલી છે. આ મેસેજ કેટલાક બદમાશોએ શેર કર્યો છે.
આ મેસેજ વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે:
વોટ્સએપ પર વાયરલ થયેલા આ ખોટા મેસેજ અંગે લોકો જાગૃત થાય તે માટે લોકો ટ્વી ટર પર ચેતવણી આપી રહ્યા છે. આ ખોટા મેસેજનો સ્ક્રીનશૉટ બતાવતા એક ટ્વીટ અનુસાર, ઉપયોગકર્તાને એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે, જેમાં તેમને જણાવવામાં આવે છે કે, 6,000 રૂપિયાની ઓફર માટે આ સર્વે કરવા માટેની લિંક છે.
આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે:
ઘણા લોકો આને સાચી લિંક માની રહ્યા છે. કારણકે તેમાં "www.amuldairy .com" લખેલુ છે. જ્યારે લિંક ખોલવામાં આવે છે ત્યારે વપરાશકર્તાને "knowledgeable.xyz" ની શંકાસ્પદ લિંક પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. જે અમૂલ કોર્પોરેશન સાથે સંબંધિત નથી. લોકોને મેસેજ વિશે શંકા ગઈ અને તરત જ ટ્વિટર પર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને ટેગ કરીને ખાતરી કરી કે, મેસેજ સાચો છે કે નહીં. એક યુઝરે પૂછ્યુ કે, '@Amul_Coop શું અમૂલ 75મી વર્ષગાંઠ માટે ઓનલાઈન ક્વિઝ અભિયાન ચલાવી રહ્યું છે, સહભાગીઓને હજારો રૂપિયા રોકડ આપીને? @WhatsAppમાં લિંક્સ મેળવવી જે તમામ http://knowledgeable.xyz વેબસાઈટ સાઈટ પર લઈ જાય છે જે અસલી નથી દેખાતી. કૃપા કરીને @GoI_MeitYની પુષ્ટિ કરો અથવા ખંડન કરો'
અત્યાર સુધી ન તો MeitY કે અમૂલ કોર્પોરેશનના ટ્વિટર હેન્ડલે આમાંના કોઈપણ ટ્વીટનો જવાબ આપ્યો નથી. સ્પષ્ટીકરણ પણ ઉપલબ્ધ નથી. જ્યાં સુધી સમગ્ર મામલે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી, તમે આ લિંકથી દૂર રહો અને ભૂલથી તેને ખોલશો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે