કોરોના સંકટમાં SBI આપી રહી છે ખાસ લોન, માત્ર 45 મિનિટમાં મળશે 5 લાખ રૂપિયા


કોરોના વાયરસને કારણે ભારતમાં લૉકડાઉન 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. તેવામાં લોકોની આર્થિક મુશ્કેલી વધી રહી છે. 

 કોરોના સંકટમાં SBI આપી રહી છે ખાસ લોન, માત્ર 45 મિનિટમાં મળશે 5 લાખ રૂપિયા

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ને કારણે ભારતમાં લૉકડાઉન 17 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. તેવામાં લોકોની આર્થિક મુશ્કેલી વધી રહી છે. હવે લોકોની મુશ્કેલીને જોતા ભારતીય સ્ટેટ બેન્ક સામાન્ય લોકો માટે એક ખાસ સ્કીમ લઈને આવી છે. 

બેન્કે તેને ઇમરજન્સી લોન સ્કીમ નામ આપ્યું છે. આ લોનને લાવા માટે તમારે બેન્કની શાખામાં જવાની જરૂર નથી. માત્ર ઘરે બેસીને લોન માટે તમામ પ્રક્રિયા 45 મિનિટમાં પૂરી થઈ જશે. વધુમાં વધુ પાંચ લાખ રૂપિયાની લોન મળશે. 

અહીં કરવી પડશે અરજી
એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ onlinesbi.com અને sbi.co.in જણાવવામાં આવ્યું છે કે YONO એપ પર જઈને અરજી કરી શકો છે. બેન્કે આ લોન પર વ્યાજદર પણ ઓછો રાખ્યો છે. બેન્ક તેના પર 10.5 ટકાના દરે વ્યાજ લઈ રહી છે. લોનનો હપ્તો પણ છ મહિના બાદ શરૂ થશે, જેથી કોરોના કાળમાં થોડો રાહતનો શ્વાસ મળશે. 

ગરીબોને પૈસા આપો, લોન માફ કરો, અર્થતંત્રને સંકટમાંથી બહાર લાવવા અભિજીત બેનર્જીએ આપી મહત્વની સલાહ

લોન લેતા પહેલા કરવું પડશે આ કામ
પરંતુ લોનની અરજી કરતા પહેલાં તમારે  567676 પર એક એસએમએસ મોકલવો પડશે. એસએમએસનું ફોર્મેટ આ પ્રકારે હશે. 
<PAPL>(Space)<last four digit of your SBI account number>. ત્યારબાદ તમારા એમએમએસનો જવાબ મળશે. તેનાથી ખ્યાલ આવશે કે બેન્ક તમને કેટલી લોન આપી શકશે. 

લોન લેવા માટે આ સ્ટેપ્સને કરો ફોલો
તમારા મોબાઇલ ફોનમાં યોનો એસબીઆઈ એપને ડાઉનલોડ કરો.
પ્રી-અપ્રૂવ્ડ લોન પર ક્લિક કરો.
લોનનો સમયગાળો અને રમક નક્કી કરો.
એસબીઆઈ તમારા રજીસ્ટ્રેડ મોબાઇલ નંબર પર એક ઓટીપી મોકલશે. 
ત્યારબાદ ઓટીપી સબમિટ કરો.
ઓટીપી સબમિટ કર્યાં બાદ તમારા બચત ખાતામાં લોનની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news