Alpex Solar IPO: આ સપ્તાહે ખુલશે સોલાર પેનલ બનાવનારી કંપનીનો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP
Alpex Solar શેર બજારમાં આ સપ્તાહે મેનબોર્ડ સાથે એક એસએમઈ આઈપીઓ પણ ઓપન થઈ રહ્યો છે. અલ્પેક્સ સોલાર કંપનીનો આઈપીઓ 8 ફેબ્રુઆરીએ ઓપન થશે.
Trending Photos
Alpex Solar IPO: સોલાર એનર્જી સોલ્યૂશન પ્રોવાઇડર અલ્પેક્સ સોલાર લિમિટેડ (Alpex Solar)એ પોતાના ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે 109-115 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપની આઈપીઓ દ્વારા 75 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે.
કંપની તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે Alpex Solar સબ્સક્રિપ્શન માટે આઈપીઓ 8થી 12 ફેબ્રુઆરી સુધી ખુલશે. તો એન્કર ઈન્વેસ્ટર 7 ફેબ્રુઆરીએ બોલી લગાવી શકશે.
ક્યારે થશે શેરનું એલોટમેન્ટ?
Alpex Solar ના શેરનું એલોટમેન્ટ 13 ફેબ્રુઆરીએ થઈ શકે છે. કારણ કે કંપનીએ એક લોટમાં 1200 શેર રાખ્યા છે, જેથી ઈન્વેસ્ટરોએ 115 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે ઓછામાં ઓછા 1,38,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 175-180 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને 156 ટકા જેટલો નફો થઈ શકે છે.
ક્યારે થશે શેરનું લિસ્ટિંગ?
કંપનીનો આઈપીઓ NSE SME સેગમેન્ટનો છે. તેના શેરનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE માં 15 ફેબ્રુઆરીએ થઈ શકે છે. એન્કર ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 7 ફેબ્રુઆરીએ ઓપન થશે. તેના માટે ટોટલ ઈશ્યૂ સાઇઝ 64.80 લાખ છે, એટલે કે કંપની આઈપીઓ દ્વારા 64.80 લાખ ફ્રેશ શેર જારી કરશે.
પૈસાનું શું કરશે કંપની?
અલ્પેક્સ સોલર તેની સોલર મોડ્યુલ ઉત્પાદન સુવિધાને અપગ્રેડ કરવા અને વિસ્તરણ કરવા અને તેની ક્ષમતા 450 મેગાવોટથી વધારીને 1.2 ગીગાવોટ કરવા માટે તેના IPOમાંથી એકત્ર કરાયેલા રૂ. 19.55 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
આ સિવાય રૂ. 12.94 કરોડનો ઉપયોગ તેના સોલાર મોડ્યુલના એલ્યુમિનિયમ ફ્રેમ માટે નવું ઉત્પાદન એકમ સ્થાપવા માટે કરવામાં આવશે. બાકીના રૂ. 20.49 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને બાકીના કોર્પોરેટ ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે