PNBમાં થઇ શકે છે 2 મોટા બેંકોનું મર્જર, નાણા મંત્રાલયે તૈયાર કર્યો પ્લાન

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકાર તેજ એક્શનમાં કામ કરી રહી છે. ખાસકરીને નાણા મંત્રાલયને ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહી છે. સૌથી મોટા સમાચાર એ છે કે બેંકોના મર્જરને લઇને નાણા મંત્રાલયે એક્શન તેજ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને બેંક ઓફ બરોડા બાદ પંજાબ નેશનલ બેંકના મર્જરને લઇને પગલું ભરવા જઇ રહ્યા છે. નાણા મંત્રાલયે આ મામલે બેંકોની સાથે મર્જર પર ચર્ચા પણ કરી છે.  
PNBમાં થઇ શકે છે 2 મોટા બેંકોનું મર્જર, નાણા મંત્રાલયે તૈયાર કર્યો પ્લાન

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકાર તેજ એક્શનમાં કામ કરી રહી છે. ખાસકરીને નાણા મંત્રાલયને ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહી છે. સૌથી મોટા સમાચાર એ છે કે બેંકોના મર્જરને લઇને નાણા મંત્રાલયે એક્શન તેજ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને બેંક ઓફ બરોડા બાદ પંજાબ નેશનલ બેંકના મર્જરને લઇને પગલું ભરવા જઇ રહ્યા છે. નાણા મંત્રાલયે આ મામલે બેંકોની સાથે મર્જર પર ચર્ચા પણ કરી છે.  

બે બેંકોની સાથે થઇ શકે છે વિલય
સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindi માં પ્રકાશિત સમાચાર અનુસાર આગામી તબક્કામાં મર્જરમાં સૌથી મોટું મર્જર PNB માં હશે. સૂત્રોના અનુસાર પીએનબીમાં બે મોટી બેંકોનું વિલય થઇ શકે છે. તેનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. ટૂંક સમયમાં નોટને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. કેબિનેટ મંજૂરી બાદ પ્રક્રિયાને અમલમાં લાવવામાં આવશે. નાણા મંત્રાલયના અધિકારીઓના અનુસાર મર્જરનો પ્રસ્તાવ બે તબક્કામાં હશે. પહેલા તબક્કામાં પંજાબ નેશનલ બેંક સાથે અલહાબાદ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રને મર્જ કરી લેવામાં આવી શકે છે. તો બીજી તબક્કામાં કેનરા બેંક સાથે 2 બેંકોના મર્જરનો પ્રસ્તાવ છે. 

પીએનબી બાદ કેનરાનો નંબર
સૂત્રોનું માનીએ તો બેંકોના મર્જરનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી ચૂક્યો છે. પંજાબ નેશનલ બેંકમાં બે બેંકોના મર્જર બાદ કેનરા બેંકમાં પણ બે બેંકોનું વિલય થઇ શકે છે. જોકે તેનાથી આગળના તબક્કાને લઇને હાલ નાણા મંત્રાલયમાં કોઇ ચર્ચા નથી. પરંતુ તે નક્કી છે કે આગામી દિવસોમાં પીએનબી મર્જર પર પ્રસ્તાવ જરૂર આવશે. 

બેંકને મજબૂત બનાવવાનો પ્રયત્ન
બેંકોને એનપીએનો સામનો કરવા અને મજબૂત અર્થવ્યવસ્થા માટે સરકારી બેંકોનું મર્જર જરૂરી છે. સરકાર ઉપરાંત ઘણા બ્રોકરેજ ફર્મ પણ બેંકોના કંસોલિડેશન પર ભાર મુક્યો છે. પહેલાં એસબીઆઇની સાથે છ બેંકોનું વિલય થયું અને પછી બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું વિલય પુરૂ થઇ ગયું છે. સરકાર ખાનગી બેંકોના વધતા જતા બિઝનેસ સાથે સાર્વજનિક બેંકોને મજબૂતી આપવા માંગે છે. 

બે તબક્કામાં થવાનું બેંકોનું મર્જર
માનવામાં આવી રહ્યું છે કે બેંકોનું મર્જર બે તબક્કામાં કરવામાં આવશે. પહેલાં તબક્કામાં તેમની સંખ્યા 21થી ઘટીને 12 થઇ શકે છે. તો બીજા તબક્કામાં સરકાર બેંકોની સંખ્યા ઘટાડીને 6 પર લાવી શકે છે. તમને જણાવી દઇએ કે સરકારનો ટાર્ગેટ સરકારી બેંકોનું પરસ્પર વિલય કરીને દેશમાં 5-6 મોટી બેંક બનાવવાનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news