ચીનના 'ભગવાન'ના એક નિર્ણયથી બધા સ્તબ્ધ, જાણો એક ટીચરમાંથી કેવી રીતે બન્યા અબજોપતિ

જેક માની ચીનના અનેક ઘરોમાં પૂજા સુદ્ધા થાય છે. અનેક ઘરોમાં તમે તેમની તસવીરો પણ જોઈ શકો છો. જ્યાં તેમની ભગવાનની જેમ પૂજા થાય છે.

ચીનના 'ભગવાન'ના એક નિર્ણયથી બધા સ્તબ્ધ, જાણો એક ટીચરમાંથી કેવી રીતે બન્યા અબજોપતિ

ન્યૂયોર્ક: ચીનની ઈ-કોમર્સ કંપની 'અલીબાબા' ના સહસંસ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ જૈક માનું કહેવું છે કે તેઓ સોમવારે નિવૃત્તિ લઈ લેશે. તેઓ શિક્ષા ક્ષેત્રમાં માનવ સેવામાં લાગી જશે. ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં શુક્રવારે જેક માએ  કહ્યું કે તેમની સેવાનિવૃત્તિ એક યુગનો અંત નથી પરંતુ એક યુગની શરૂઆત છે. તેમણે કહ્યું કે મને શિક્ષા પસંદ છે. હું મારો વધુ સમય અને નાણા આ ક્ષેત્રમાં લગાવીશ. તેઓ અંગ્રેજીના શિક્ષક પણ રહી ચૂક્યા છે. તેમણે 17 વધુ લોકો સાથે મળીને 1999માં ઝેજિયાંગના હાંગઝૂમાં પોતાના એપાર્ટમેન્ટમાં અલીબાબાની સ્થાપના કરી હતી. 

જેક માની ચીનના અનેક ઘરોમાં પૂજા સુદ્ધા થાય છે. અનેક ઘરોમાં તમે તેમની તસવીરો પણ જોઈ શકો છો. જ્યાં તેમની ભગવાનની જેમ પૂજા થાય છે. જો કે જેક મા અલીબાબાના ડાઈરેક્ટર બોર્ડના સભ્ય બની રહેશે અને કંપનના મેનેજમેન્ટનું ધ્યાન રાખશે. જેક મા સોમવારે 54 વર્ષના થઈ રહ્યાં છે. આ દિવસે ચીનમાં રાષ્ટ્રીય રજા હોય છે અને ચીનમાં શિક્ષક દિવસ તરીકે ઉજવણી થાય છે. અલીબાબાની વાર્ષિક કમાણી લગભગ 250 યુઆન (40 અબજ ડોલર) છે. 

ટ્રાન્સલેશનની કંપનીથી આ રીતે અબજોપતિ બન્યાં જેક મા
જેક મા ઈન્ટરનેટની દુનિયામાં બિઝનેસ કરતા પહેલા એક ટ્રાન્સલેશન કંપની ચલાવતા હતાં. ત્યારબાદ તેઓ અમેરિકા ગ યા અને ત્યાં તેમણે ઈન્ટરનેટ જોયું અને તેમણે સૌથી પહેલો શબ્દ ઈન્ટરનેટ પર બીયર (ભાલુ) ટાઈપ કર્યો. તેમની સામે અનેક દેશોના બીયર ઓપ્શન આવી ગયાં પરંતુ ચાઈનીઝ બીયર ન જોવા મળી. ઉત્સુકતામાં તેમણે ત્યારબાદ ચાઈનીઝમાં હોમપેજ તૈયાર કર્યું. 

બહેનથી પૈસા ઉધાર લઈને શરૂ કરી કંપની
ઈન્ટરનેટના કારોબારમાં ઉતરવા માટે જેક માએ સૌથી પહેલા ચાઈના પેજસ નામની ઈન્ટરનેટ કંપની બનાવ. આ કંપની તેમણે બહેન પાસેથી પૈસા ઉધાર લઈને શરૂ કરી હતી. તેમની આ કંપની ફેલ ગઈ, ત્યારબાદ તેમણે ચીનની કોમર્સ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને કેટલાક દિવસો બાદ નોકરી છોડી દીધી. પછી તેઓ પોતાના ઘર હેંગ્ઝૂ જતા રહ્યાં અને ત્યાં અલીબાબાની શરૂઆત કરી. 

અલીબાબાના આઈપીઓએ અમેરિકામાં મચાવી હતી ધમાલ
અલીબાબાએ પોતાનો આઈપીઓ 4080 રૂપિયા (68 ડોલર) પર અમેરિકાના માર્કેટમાં બહાર પાડ્યો હતો. માર્કેટ બંધ થવા પર તેની કિંમત 5711 રૂપિયા (93.89 ડોલર) થઈ ગઈ હતી. જેને અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ બતાવવામાં આવે છે. 

ચીનના સૌથી અમીર વ્યક્તિએ એક સમય એવો પણ જોયો હતો કે તેમને કેએફસીએ નોકરી આપવાની ના પાડી દીધી હતી. હાલ સ્થિતિ એવી છે કે  alibaba.com નામથી મશહૂર આ કંપની દુનિયાભરની 190 કંપનીઓ સાથે જોડાયેલી છે.  alibaba.com વેબસાઈટ ઉપરાંત taobao.com પણ ચલાવે છે જે ચીનની સૌથી મોટી શોપિંગ વેબસાઈટ છે. આ ઉપરાંત ચીનની મોટી વસ્તીને આ વેબસાઈટ  tmall.com બ્રાન્ડેડ વસ્તુઓ ઉપલબ્ધ કરાવે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news