એલર્ટ: સરકારે બદલ્યો જનધન ખાતામાંથી પૈસા ઉપાડવાનો નિયમ, આ કારણે લીધો આ કડક નિર્ણય
કેન્દ્ર સરકારે ગરીબ લોકો માટે ચલાવવામાં આવી રહેલી કેટલીક યોજનાઓના હપ્તાઓને લોકોના ખાતામાં નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે મે હિનાથી બેંકોએ પૈસા કાઢવાના નિયમોને આકરા કરી દીધા છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગરીબ લોકો માટે ચલાવવામાં આવી રહેલી કેટલીક યોજનાઓના હપ્તાઓને લોકોના ખાતામાં નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે મે હિનાથી બેંકોએ પૈસા કાઢવાના નિયમોને આકરા કરી દીધા છે. સોમવારે વડાપ્રધાનમંત્રી જનધન ખાતામાં સરકાર મહિલાઓ માટે 500 રૂપિયાની આગામી હપ્તો નાખવાનું શરૂ કરી દેશે. પરંતુ તેનો અર્થ એ નથી કે લોકો સોમવારથી બેંક આગળ લીડ લગાવવાનું શરૂ કરી દે. આ ઉપરાંત સરકાર ખેડૂત સન્માન નિધિ અને ગરીબ કલ્યાણ યોજના હેઠળ પણ લોકોની આર્થિક મદદ કોરોના કાળમાં કરી રહી છે.
બેંકોએ સખત કર્યો નિયમ
બેંકોએ જોકે આ વખતે પૈસા કાઢવાનો નિયમોએ ખૂબ કડક કરી દીધા છે. કોરોના વાયરસ મહામારીના લીધે સામાજિક અંતર પાલન કરવા માટે નવા નિયમ બનાવ્યા છે. ગત વખતે એપ્રિલમાં જ્યારે સરકારે પૈસા ખાતામાં નાખ્યા હતા, ત્યારે પણ મહિલાઓની ભારે ભીડ લાગી હતી. આ વખતે બેંકોએ નિર્ણય કર્યો છે કે ખાતા સંખ્યાના છેલ્લા અંકના અનુસાર લોકોને પૈસા આપવામાં આવશે.
આ રીતે નિકળશે પૈસા
ખાતા નંબરના છેલ્લા નંબર પૈસા ઉપાડવાની તારીખ
0-1 4 મે
2-3 5 મે
4-5 6 મે
6-7 8 મે
8-9 11 મે
એટીએમમાંથી પણ નિકાળી શકો છો પૈસા
ઇન્ડીયન બેંક એઓસિએશનનું એ પણ કહેવું છે કે પ્રયત્ન કરો કે પોતાની આસપાસની બેંક અથવા મિત્ર અથવા સર્વિસ સેન્ટરમાંથી પૈસા ઉપાડી લો. તો બીજી તરફ એ પણ કહેવામાં આવ્યું છે કે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો તેના માટે કોઇ ચાર્જ પણ નથી. જોકે 11 મે બાદ કોઇપણ ખાતા નંબરવાળો વ્યક્તિ પૈસા ઉપાડી શકે છે.
બેંક શાખા બહાર ન લગાવો ભીડ
આઇબીએ લોકોને અપીલ કરી છે કે તે બેંકો સામે ભીડ એકઠી ન કરે. જેનો જે ખાત નંબર છે, ફક્ત તે જ વ્યક્તિ પૈસા ઉપાડવા તારીખ મુજબ આવે.
બેંકિંગ સચિવે કર્યું ટ્વિટ
શનિવારે બેંકિંગ સચિવ દેબાશીષ પાંડાએ ટ્વિટ કરતાં કહ્યું કે જનધન ખાતામાં મે મહિનાનો હપ્તો ઇશ્યૂ કરી દેવામાં આવ્યો છે. લોકોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સરકાર આ હપ્તાની રકમને ફરીથી પરત લેશે નહી, જો કોઇ વ્યક્તિ આ હપ્તાને ઉપાડશે નહી તો પણ તેના પૈસા ખાતામાં જ પડ્યા રહેશે. નાણામંત્રાલયે એ પણ કહ્યું છે કે લોકો 2 હજાર રૂપિયા સુધી ખાતામાંથી ઉપાડવા માટે એટીએમ અથવા પછી બેંક મિત્રનો ઉપયોગ કરે. અત્યારે કોઇપણ એટીમાંથી પૈસા ઉપાડવા પર કોઇપણ પ્રકારનો ચાર્જ લાગશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે