PM Modi ના વિઝનના કાયલ થયા અમેરિકન બિઝનેસમેન, દિલ ખોલીને કરી પ્રશંસા; વાંચો કોણે શું કહ્યું?
અમેરિકા પ્રવાસ પર પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરૂવારના ટોપ 5 યૂએસ કંપનીઓના સીઈઓ (CEO) સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક આ મિટિંગ ચાલી હતી. જેમાં અમેરિકન બિઝનેસમેન પીએમ મોદીના ચાહક બની ગયા
Trending Photos
વોશિંગટન: અમેરિકા પ્રવાસ પર પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરૂવારના ટોપ 5 યૂએસ કંપનીઓના સીઈઓ (CEO) સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક આ મિટિંગ ચાલી હતી. જેમાં અમેરિકન બિઝનેસમેન પીએમ મોદીના ચાહક બની ગયા. તેઓ વારંવાર પીએમ મોદીના વિઝન અને ભારતની પ્રશંસા કરતા રહ્યા. મિટિંગ બાદ તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સંભાવાઓની ખાન બની ગયું છે.
બે CEO ભારતીય મૂળના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ જે પાંચ કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી, તેમાં એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને જનરલ એટોમિક્સના સીઈઓ વિવેક લાલ ભારતીય મૂળના અમેરિકન છે. પીએમ મોદી અને એડોબના સીઈઓની વચ્ચેની બેઠક વિશે વિદેશ મંત્રાલયે કહ્યું કે, પ્રધાનમંત્રી અને શાંતનુ નારાયણની વચ્ચે ચર્ચા યુવાનોને સ્માર્ટ શિક્ષણ આપવા અને ભારતમાં સંશોધન વધારવા માટે ટેકનોલોજીનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
Investment માટે અનુકૂળ સરકાર
પીએમ મોદીને મળ્યા બાદ તમામ બિઝનેસમેને દિલ ખોલીને ભારતની પ્રશંસા કરી. બ્લેક સ્ટોન કંપનીના ચેરમેન સીઈઓ સ્ટીફન એશ્વાર્જમેને કહ્યું કે, મોદી સરકાર વિદેશી રોકાણકારો માટે ખુબજ અનુકૂળ છે. આ ઉપરાંત અન્ય ચાર સીઈઓએ પણ ભારત પ્રત્યે સકારાત્મક વલણ દેખાળ્યું છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીના વિઝનને જાણવાની હંમેશા ઇચ્છા થાય છે અને આ મુલાકાત શાનદાર હતી.
India ને ઉચ્ચ ગ્રેડ મળવો જોઈએ
જનરલ એટોમિક્સના સીઈઓ વિવેક લાલે મિટિંગ બાદ કહ્યું કે, આ એક શાનદાર મુલાકાત હતી. અમે ટેકનોલોજી, ભારતમાં નીતિગત સુધારા અને રોકાણના દ્રષ્ટિકોણથી અપાર સંભાવનાઓ પર ચર્ચા કરી. ત્યારે બ્લેક સ્ટોનના સીઈઓએ કહ્યું કે, આ વિદેશી રોકાણકારો માટે એક ખુબજ અનુકૂળ સરકાર છે. જે લોકો રોજગાર ઉભો કરવા માટે ભારતમાં રોકાણ કરવા ઇચ્છે છે, તેમના સહયોગ માટે ભારત સરકારને ઉચ્ચ ગ્રેડ મળવો જોઇએ.
મજબૂત Balance બનાવવાનું કામ
ફર્સ્ટ સોલરના સીઈઓ માર્ક વિડમારે કહ્યું કે, સ્પષ્ટરૂપથી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક નીતિની સાથેસાથે વેપાર નીતિમાં એક મજબૂત સંતુલન બનાવવા માટે કામ કરવામાં આવ્યું છે. આ ભારતમાં વિનિર્માણ સ્થાપિત કરવા માટે ફર્સ્ટ સોલર જેવી કંપનીઓ માટે એક આદર્શ તક છે. આ રીતે એડોબના સીઈઓ શાંતનુ નારાયણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારતમાં વિસ્તાર કેવી રીતે કરી શકાય, આ સંદર્ભે પીએમ મોદીના વિઝન વિશે જાણીને ઘણી ખુશી થયા છે. જે મુખ્ય મુદ્દાઓ વિશે અમે વાત કરી હતી તે નવીનતામાં સતત રોકાણ હતું. ટેકનોલોજીને આગળ વધારવાનો આ માર્ગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે