ચૂંટણી બાદ 15 રૂપિયા મોંઘુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાણો તેની પાછળના 3 મોટા કારણ

રશિયા તરફથી યુક્રેન પર હુમલો કરાયા બાદ ક્રૂડ ઓયલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. તેની અસર હવે ઘરેલૂ બજાર પર થઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે નવી કિંમતો 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ લાગૂ થઈ શકે છે. 

ચૂંટણી બાદ 15 રૂપિયા મોંઘુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાણો તેની પાછળના 3 મોટા કારણ

નવી દિલ્હીઃ રશિયા તરફથી યુક્રેન પર હુમલો કરાયા બાદ વૈશ્વિક સ્તર પર તેની અલગ-અલગ પ્રકારની અસર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચુ તેલ સાત વર્ષના હાઈ લેવલ 103.78 ડોલર પર પહોંચી ગયું છે. આ પહેલાં ઓગસ્ટ 2014માં ક્રૂડ ઓયલનો ભાવ 105 ડોલર પ્રતિ બેરલ સુધી ગયો હતો. તેલના ભાવમાં તેજીની અસર આવનારા સમયમાં ઘરેલૂ બજારમાં જોવા મળશે. 

બેથી ત્રણ તબક્કામાં લાગૂ થશે વધારો!
મીડિયા રિપોર્ટ અનુસાર જાણકારોનું કહેવું છે કે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 રૂપિયા સુધીના વધારો સંભવ છે. પરંતુ તેમાં રાહત આપનારી વાત તે રહેશે કે તેલ કંપનીઓ કિંમતોમાં આ વધારો તબક્કાવાર લાગૂ કરવામાં આવશે. આવો જાણીએ ત્રણ મોટા કારણો જેના કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે. 

કારણ નંબર-1
છેલ્લા અઢી મહિનામાં કાચા તેલની કિંમતમાં 27 ટકાની તેજી આવી છે. ક્રૂડનો ભાવ વધીને 103 ડોલરને પાર પહોંચી ગયો છે. ભારત પોતાની તેલની જરૂરીયાતના 85 ટકા આયાત કરે છે. ક્રૂડ ઓયલ રેકોર્ડ સ્તર પર પહોંચ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. 

કારણ નંબર-2
દેશની મોટી તેલ કંપનીઓએ દિવાળી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી. તે સમયથી અત્યાર સુધી કાચુ તેલ 20 ડોલર પ્રતિ બેરલથી વધુ મોંઘુ થઈ ગયું છે. કિંમતોને સ્થિર રાખવાથી કંપનીઓના પ્રોફિટ પર અસર પડી છે. હાલ દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. તેના કારણે તેલ કંપનીઓ કિંમતો વધારી શકે છે. 

કારણ નંબર-3
રશિયા-યુક્રેન યુદ્ધથી કાચા તેલના ઉત્પાદન અને સપ્લાય પર અસર પડશે. રશિયા દુનિયાનો મોટો તેલ ઉત્પાદક દેશ છે અને પ્રાકૃતિક ગેસને નિકાસ કરે છે. ભારત આ બંને વસ્તુ આયાત કરે છે. તેવામાં આવનારા સમયમાં કાચા તેલની કિંમતોમાં વધારાનું અનુમાન છે. જાણકારોનું કહેવું છે કે યુદ્ધ લાંબા સમય ચાલ્યું તો કાચા તેલની કિંમત 120 ડોલર સુધી પહોંચી શકે છે. 

સીએનજી અને રસોઈ ગેસ પણ થશે મોંઘો!
પ્રાકૃતિક ગેસની સપ્લાયમાં વિઘ્ન આવવાથી આવનારા સમયમાં ઘરેલૂ બજારમાં રસોઈ ગેસ અને સીએનજીના ભાવમાં તેજી આવવાની સંભાવના છે. જાણકારોનું માનવું છે કે નેચરલ ગેસ અને સીએનજીના ભાવમાં 10થી 15 રૂપિયા સુધી વધારો થઈ શકે છે. 

તેલ પુરવઠો અવરોધાશે નહીં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક સરકારી અધિકારીએ દાવો કર્યો છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે ભારતની ઓઈલ સપ્લાય સિસ્ટમ પર કોઈ અસર થઈ નથી. તેમણે દાવો કર્યો હતો કે લડાઈ ઉગ્ર બનશે તો પણ પુરવઠાને અસર થશે નહીં. અમારા સપ્લાયર્સ પશ્ચિમ એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં છે. તેમના પર આ હુમલાની કોઈ અસર નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news