DA Hike બાદ કેન્દ્રીય કર્મચારીઓ મળશે બીજા ખુશીના સમાચાર! HRAમાં પણ થશે વધારો

7th pay commission latest news today: DA Hike બાદ કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી બીજા ખુશીના સમાચાર મળવાના છે. હકીકતમાં કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થવાનો છે. મોંઘવારી ભથ્થું 50 ટકા કન્ફર્મ થઈ ગયું છે. 
 

DA Hike બાદ કેન્દ્રીય કર્મચારીઓ મળશે બીજા ખુશીના સમાચાર! HRAમાં પણ થશે વધારો

નવી દિલ્હીઃ 7th pay commission latest news today: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તેના પગારમાં વધારાની શરૂઆત થઈ ચૂકી છે. તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓનું નવું મોંઘવારી ભથ્થું કન્ફર્મ થઈ ગયું છે. પરંતુ તેની જાહેરાત થવામાં હજુ વાર છે. માર્ચ સુધી તેનો નિર્ણય આવી શકે છે. પરંતુ વાત માત્ર મોંઘવારી ભથ્થા સુધી અટકશે નહીં. DA Hike બાદ કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ખુશખબર મળી શકે છે. હકીકતમાં કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થવાનો છે. મોંઘવારી ભથ્થું 50 ટકા કન્ફર્મ થઈ ગયું છે. ત્યારબાદ HRA માં રિવિઝનનો નંબર છે. તેમાં ત્રણ ટકાનો વધારો નક્કી છે.  

DA Hike બાદ થશે  HRAમાં વધારો
મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી થઈ ગયો છે. માર્ચમાં કેન્દ્રીય કેબિનેટ તેને મંજૂરી આપશે. આ સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ જશે. તેને 1 જાન્યુઆરી 2024થી લાગૂ માનવામાં આવશે. નોંધનીય છે કે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થું 25 ટકા ક્રોસ થવા પર HRA માં ત્રણ ટકાનું રિવિઝન થયું હતું. તે સમયે HRA ની અપર લિમિટને 24 ટકાથી વધારી 27 ટકા કરવામાં આવી હતી. હવે મોંઘવારી ભથ્થું 50 ટકા થવા પર HRAમાં ફરી રિવિઝન થશે. તેમાં ત્રણ ટકાનો વધારો થશે. મેટ્રો શહેર એટલે કે X કેટેગરીવાળા શહેરોનું HRA વધી 30 ટકા થઈ જશે. આ શહેરોમાં નોકરી કરતા કર્મચારીઓને 30 ટકાના દરે હાઉસ રેન્ટ એલાઉન્સ મળશે. 

સરકારે જણાવ્યું ક્યારે વધશે HRA
Department of Personal and training (DoPT) પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સમાં રિવિઝન મોંઘવારી ભથ્થાના આધાર પર થાય છે. હાઉસ રેન્ટ એલાઉન્સની કેટેગરી X, Y અને Z
 ક્લાસના શહેરો પ્રમાણે છે. શહેરોની કેટેગરી પ્રમાણે વર્તમાન દર 27 ટકા, 18 ટકા અને 9 ટકા છે. આ વધારો  DA ની સાથે 1 જુલાઈ 2021થી લાગૂ છે. પરંતુ સરકારે 2016માં એક મેમોરેડમ જાહેર કર્યું હતું. જેમાં HRA ને DA Hike ની સાથે સમય-સમય પર રિવાઇઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 2021માં મોંઘવારી ભથ્થું 25 ટકા થવા પર એચઆરએમાં રિવિઝન થયું હતું. હવે 50 ટકા મોંઘવારી ભથ્થું થવા પર HRA માં આગામી રિવિઝન થવાનું છે. 

HRA ગણતરી માટે શું છે ફોર્મ્યુલા?
HRA ની ગણતરી માટે એક ફોર્મ્યુલા છે. વર્તમાન સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓને શહેરની કેટેગરી પ્રમાણે હાઉસ રેન્ટ એલાઉન્સ આપવામાં આવે છે. સરકારે મેટ્રો શહેર/શહેરોને X,Y અને Z કેટેગરીમાં વિભાજીત કર્યાં છે. જ્યાં સરકાર એક્સ શ્રેણીમાં 27 ટકા,  Y શ્રેણીમાં 18 ટકા અને Z શ્રેણીમાં 9 ટકા હાઉસ રેન્ટ એલાઉન્સ આપે છે. આ હાઉસ રેન્ટ એલાઉન્સ કર્મચારીના બેસિક પગાર પ્રમાણે નક્કી થાય છે. 

કયાં શહેર માટે કેટલું  HRA
1. X કેટેગરીમાં-

દિલ્હી, અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ, પુણે, ચેન્નઈ અને કોલકાતા માટે X કૅટેગરીમાં છે. અહીં કામ કરવા માટે બેઝિક પેનું 27 HRA મળે છે.

2. Y શ્રેણીમાં-
પટના, લખનૌ, વિશાખાપટ્ટનમ, ગુંટુર, વિજયવાડા, ગુવાહાટી, ચંદીગઢ, રાયપુર, રાજકોટ, જામનગર, વડોદરા, સુરત, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુડગાંવ, નોઈડા, રાંચી, જમ્મુ, શ્રીનગર, ગ્વાલિયર, ઈન્દોર, ભોપાલ, જબલપુર, ઉજ્જૈન, કોલ્હાપુર ઔરંગાબાદ, નાગપુર, સાંગલી, સોલાપુર, નાસિક, નાંદેડ, ભીવાડી, અમરાવતી, કટક, ભુવનેશ્વર, રાઉરકેલા, અમૃતસર, જલંધર, લુધિયાણા, બિકાનેર, જયપુર, જોધપુર, કોટા, અજમેર, મુરાદાબાદ, મેરઠ, બરેલી, અલીગઢ, આગ્રા, લખનઉ કાનપુર, અલ્હાબાદ, ગોરખપુર, ફિરોઝાબાદ, ઝાંસી, વારાણસી, સહારનપુર જેવા શહેર આવે છે. અહીં કામ કરતા કર્મચારીઓને બેસિક પેના 18 ટકા હાઉસ રેન્ટ એલાઉન્સ મળે છે. 

3. Z શ્રેણીમાં-
એક્સ અને વાઈ કેટેગરીના શહેરોથી અલગ બાકી બધા શહેરોને ઝેટ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ શહેરોમાં કામ કરતા કર્મચારીઓને બેસિક પેના 9 ટકા હાઉસ રેન્ટ એલાઉન્સ મળે છે.

કઈ રીતે કર્મચારીઓના HRA માં થશે વધારો?
હાઉસ રેન્ટ એલાઉન્સમાં આગામી રિવિઝન માર્ચ 2024માં થઈ જશે. જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા થશે, HRA વધારી 27થી 30 ટકા કરી દેવામાં આવશે. આ એક્સ કેટેગરીના કર્મચારીઓ માટે હશે. બીજી કેટેગરી એટલે કે Y માં રિવિઝન 2 ટકા થશે. તેનું વર્તમાન હાઉસ રેન્ટ એલાઉન્સ 18 ટકાથી વધી 20 ટકા થઈ જશે. ત્યારબાદ  Z કેટેગરીના કર્મચારીઓને 1 ટકાના વધારા સાથે 10% HRA મળશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news