આચાર્ય બાલકૃષ્ણ અધધ...છે સંપત્તિના માલિક, અમીરોની યાદીમાં બાલકૃષ્ણ છે 18મા નંબરે

લિસ્ટ પ્રમાણે 2019ની સરખામણીએ તેમના રેન્કમાં કોઈ ફેરફાર થયો નથી. અને તે પહેલાંની જેમ 18મા નંબરે છે.

આચાર્ય બાલકૃષ્ણ અધધ...છે સંપત્તિના માલિક, અમીરોની યાદીમાં બાલકૃષ્ણ છે 18મા નંબરે

નવી દિલ્લી: બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની ગણતરી દેશના અમીર ઉદ્યોગપતિઓમાં થાય છે. પતંજલિ આયુર્વેદની 98.5 ટકા ભાગીદારી રાખનારા આચાર્ય બાલકૃષ્ણનો દબદબો બાબા રામદેવથી જરા પણ ઓછો નથી. કંપનીના વરિષ્ઠતા ક્રમમાં તેમને બાબા રામદેવ પછી બીજા નંબર પર માનવામાં આવે છે. આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ આયુર્વેદની રણનીતિ તૈયાર કરવા અને તેની હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટને સંભાળવા માટે જાણીતા છે.

નેપાળમાં જન્મ થયો
આચાર્ય બાલકૃષ્ણનો જન્મ હરિદ્વારમાં એક નેપાળી પરિવારમાં 4 ઓગસ્ટ 1972માં થયો. તેમનું બાળપણનું નામ બાલકૃષ્ણ સુબેદી છે. તેમના માતાનું નામ સુમિત્રા દેવી અને પિતાનું નામ જય વલ્લભ છે. તેમમણે સંસ્કૃતમાં આયુર્વેદિક ઔષધિઓ અને જડી બુટીઓના જ્ઞાનમાં નિપુણતા હાંસલ કરી. અને તેના પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે. તેમનો જન્મ દિવસ પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો જડી બુટી દિવસ તરીકે ઉજવે છે. આચાર્ય બાલકૃષ્ણે પતંજલિ યોગપીઠના આયુર્વેદ કેન્દ્રના માધ્યમથી પારંપરિક આયુર્વેદ પદ્ધતિને આગળ વધારવાનું કાર્ય કર્યું છે.

ગુરુકુળમાં થઈ હતી બાબા રામદેવ સાથે મુલાકાત
ભારત પાછા ફર્યા પછી આચાર્ય બાલકૃષ્ણ હરિયાણાના ખાનપુર ગુરુકુળમાં અભ્યાસ કરવા લાગ્યા. ગુરુકુળમાં તેમની મુલાકાત બાબા રામદેવ સાથે થઈ અને બંને મિત્ર બની ગયા. પછી આચાર્ય બાલકૃષ્ણે બાબા રામદેવ સાથે મળીને 2006માં પતંજલિ આયુર્વેદની સ્થાપના કરી. તેના પછી આચાર્ય બાલકૃષ્ણ બાબા રામદેવની સાથે ખભેથી ખભા મળીને કામ કરી રહ્યા છે. આજના સમયમાં આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 10,000 કરોડ રૂપિયાની નજીક છે.

અરબપતિ છે આચાર્ય બાલકૃષ્ણ:
પતંજલિ આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણ અરબપતિ છે. દેશના અમીરોની યાદીમાં તેમનો નંબર 18મો છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટની યાદીમાં આચાર્ય બાલકૃષ્ણની સંપત્તિ 46,800 કરોડ રૂપિયા છે. લિસ્ટ પ્રમાણે 2019ની સરખામણીએ તેમના રેન્કમાં કોઈ ફેરફાર થયો નથી. અને તે પહેલાંની જેમ 18મા નંબરે છે. આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ આયુર્વેદની રણનીતિ તૈયાર કરવા માટે જાણીતા છે.

રેન્જ રોવરમાં મુસાફરી કરે છે આચાર્ય બાલકૃષ્ણ:
અરબપતિ હોવા છતાં આચાર્ય બાલકૃષ્ણ લક્ઝરી લાઈફથી દૂર રહે છે. પરંતુ બે એવી વસ્તુ તે ઉપયોગ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે આચાર્ય બાલકૃષ્ણ રેન્જ રોવરમાં મુસાફરી કરે છે. અને આઈફોનનો ઉપયોગ કરે છે.

પતંજલિ યુનિવર્સિટીના કુલપતિ પણ છે આચાર્ય બાલકૃષ્ણ:
આચાર્ય બાલકૃષ્ણ પતંજલિ સમૂહ તરફથી સ્થાપિત પતંજલિ યુનિવર્સિટીના કુલપતિ પણ છે. તેમણે વારાણસીના સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે. સફેદ વસ્ત્રોમાં જ જોવા મળતા આચાર્ય બાલકૃષ્ણની પાસે કોઈ પ્રોફેશનલ ડિગ્રી નથી. પરંતુ તે દેશના સૌથી અમીર સીઈઓમાંથી એક માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news