બેરોજગારી મુદ્દે મોદી સરકાર માટે સારા સમાચાર, 15 મહિનામાં 73 લાખ લોકોને મળશે નોકરી
Trending Photos
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. વિપક્ષ બેરોજગારીના મુદ્દે સતત સરકારથી ઘેરાયેલી રહે છે. તમામ રાજકીય અને આર્થિક એક્સપર્ટનું કહેવું છે કે બેરોજગારી મુદ્દે સરકારને ગંભીર હોવાની જરૂર છે. બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે. જો સમય રહેતાં રોજગાર માટે અવસર નહી સર્જન કરવામાં આવે તો અર્થવ્યવસ્થા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એવામાં EPFO દ્વારા સરકારને રાહતના સમાચાર મળ્યા છે.
ઈપીએફઓ (EPFO)ના ડેટા અનુસાર ગત 15 મહિનામાં લગભગ 73 લાખ લોકોને નોકરી મળી છે. ફક્ત નવેમ્બર (2018) મહિનામાં 7.32 લાખ લોકોને નોકરી મળી છે. તે મહિનામાં જોવ ક્રિએશન રેટ 48 ટકા રહી હતી. વાત જો નવેમ્બર 2017ની કરીએ તો ફક્ત 4.93 લાખ લોકોને નોકરી મળી હતી. EPFO ના પેરોલ ડેટા અનુસાર સપ્ટેમ્બર 2017 થી નવેમ્બર 2018 વચ્ચે 73.5 લાખ લોકોને નોકરી મળી છે.
રિપોર્ટ અનુસાર ઓક્ટોબર 2018 માટે જે અનુમાન જાહેર કરવામાં આવ્યું હતું, તેમાંથી ઓછા લોકોને નોકરી મળી. અનુમાન 8.27 લાખ હતું, પરંતુ નોકરી ફક્ત 6.66 લાખ લોકોને જ મળી. સપ્ટેમ્બર 2017થી ઓક્ટોબર 2018 વચ્ચે જેટલી નોકરીનું અનુમાન લગાવવામાં આવ્યું હતું તેનાથી લગભગ 16.4 ટકા ઓછી નોકરીઓ ઉભી થઇ.
અંદાજિત આંકડા 79.16 લાખ હતો, પરંતુ 66.18 લાખ નોકરી જ ઉભી થઇ શકી. આ ડેટાને લઈને EPFO નું કહેવું છે કે જેટલા નવા લોકોનું રજિસ્ટ્રેશન થયું, તેના આધારે તેને તૈયાર કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે