'અહીં' થાય લગ્ન તો જીવનમાં પછી નથી રહેતી કોઈ સમસ્યા, આકાશ-શ્લોકાના મેરેજ જગ્યા લગભગ નક્કી

વાયકા છે કે આ જગ્યાએ શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા

'અહીં' થાય લગ્ન તો જીવનમાં પછી નથી રહેતી કોઈ સમસ્યા, આકાશ-શ્લોકાના મેરેજ જગ્યા લગભગ નક્કી

મુંબઈ : ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન માટેની જગ્યાની શોધખોળ જોરશોરથી ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ લગ્ન ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં થઈ શકે છે. અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે આ લગ્ન રૂદ્રપ્રયાગ જિલ્લાના લોકપ્રિય ત્રિયુગી નારાયણ મંદિરમાં થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે થોડા દિવસ પહેલાં જ રિલાયન્સના અધિકારીઓની એક ટીમ આ મંદિરની મુલાકાત લઈ ચૂકી છે.
 
કહેવાય છે કે જો શ્લોકા અને આકાશના લગ્ન અહીં થશે તો આ વેડિંગ ડેસ્ટિનેશનનું જબરદસ્ત બ્રાન્ડિંગ થશે. તેનાથી આ મંદિરને દેશ-વિદેશમાં પણ ઓળખ મળશે. રિપોર્ટસના મતે આકાશના લગ્નને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ સ્થળને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો નિર્ણય લીધો છે. તેના લીધે અહીં કામ પણ શરૂ કરી દીધું છે. વેડિંગ ડેસ્ટિનેશનલ તરીકે વિકસિત થયા બાદ સૌથી પહેલાં લગ્ન મુકેશ અંબાણીના દીકરાના થઇ શકે છે.

માનવામાં આવે છે કે જે અહીં લગ્ન કરે છે એના જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ નથી આવતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news