Budget 2021: દેશનાં મુખ્ય બંદરો પર સરકારી ખાનગી ભાગીદારીનું મોડલ અપનાવવામાં આવશે

સીતારમણે વર્ષ 2024 સુધીમાં જહાજનું રિસાઇકલિંગ કરવાની ક્ષમતા બમણી કરીને આશરે 4.5 મિલિયન લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટન (એલડીટી) કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી.

Budget 2021: દેશનાં મુખ્ય બંદરો પર સરકારી ખાનગી ભાગીદારીનું મોડલ અપનાવવામાં આવશે

નવી દિલ્હી: દેશના મુખ્ય બંદરો દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી (પીપીપી) મોડલ પર રૂ. 2,000 કરોડથી વધારે મૂલ્યના સાત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આજે આ જાહેરાત નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારમણે યુનિયન બજેટ 2021-22 રજૂ કરતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશના મુખ્ય બંદરો તેમની કાર્યકારી સેવાઓનું વ્યવસ્થાપન તેમની રીતે મોડલને બદલશે, જેમાં આ બંદરો માટે ખાનગી કંપની વિવિધ પ્રકારની સેવાઓનું વ્યવસ્થાપન કરશે.

નિર્મલા સીતારમણે એમના બજેટ ભાષણમાં વેપાર-વાણિજ્યિક જહાજો માટેના માર્ગને પ્રોત્સાહન આપવા મંત્રાલયે અને કેન્દ્ર સરકારની કંપનીઓ (સીપીએસઇ)એ બહાર પાડેલા આંતરરાષ્ટ્રીય ટેન્ડરોમાં ભારતીય શિપિંગ કંપનીઓ માટે 5 વર્ષનાં ગાળામાં રૂ. 1624 કરોડની સબસિડી સહાય યોજના શરૂ કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી. તેમણે ભાર મૂક્યો હતો કે, આ પહેલથી આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્રમાં ભારતીય કંપનીઓની કામગીરી વધવા ઉપરાંત ભારતીય નાવિકો વધારે તાલીમ મેળવી શકશે અને એમના માટે રોજગારીની તકોમાં વધારો થશે.

સીતારમણે વર્ષ 2024 સુધીમાં જહાજનું રિસાઇકલિંગ કરવાની ક્ષમતા બમણી કરીને આશરે 4.5 મિલિયન લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટન (એલડીટી) કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુરોપ અને જાપાનમાંથી ભારતમાં વધુ જહાજો લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે, કારણ કે ગુજરાતમાં અલંગમાં જહાજ રિસાઇકલિંગ યાર્ડના આશરે 90 ટકા હિસ્સાને એચકેસી (હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન)નું નિયમનોના પાલન માટેનું પ્રમાણપત્ર મળી ગયું છે. એનાથી દેશના યુવાનો માટે વધુ 1.5 લાખ રોજગારીનું સર્જન થશે એવી અપેક્ષા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news