7મું પગાર પંચ: પોતાની માંગો લઇને રેલવે કર્મચારીઓએ બનાવી રણનીતી, તાકાત દેખાડવાની તૈયારી

આ આંદોલનમાં દેશભરના રેલવે કર્મચારીઓ જોડાશે. આ પ્રદર્શન પાછળ રેલવે કર્મચારીઓ દ્વારા રેલ કર્મીઓના સંગઠનની તાકાત દેખાડવાનો ઉદેશ્ય છે.

7મું પગાર પંચ: પોતાની માંગો લઇને રેલવે કર્મચારીઓએ બનાવી રણનીતી, તાકાત દેખાડવાની તૈયારી

નવી દિલ્હી: રેલવેના કર્મચારીઓએ 7માં પગાર પંચ અંતર્ગત પોતાની માંગણીઓને લઇને આંદોલનની તૈયારી કરી રહ્યું છે. રેલવે કર્મચારીઓના સંગઠન ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશને 12 ઓક્ટોબરે સંસદ માર્ગ પર વિશાળ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું છે. આ આંદોલનમાં દેશભરના રેલવે કર્મચારીઓ જોડાશે. આ પ્રદર્શન પાછળ રેલવે કર્મચારીઓ દ્વારા રેલ કર્મીઓના સંગઠનની તાકાત દેખાડવાનો ઉદેશ્ય છે.

આ છે પ્રાથમિક માંગ
રેલ કર્મચારીઓની પ્રાથમિક માંગ કરવામાં આવી રહી છે કે 7મું પગાર પંચ લાગુ કર્યા બાદ પણ અત્યાર સુધી લોકોને ટ્રૈફિક રનિંગ કર્મચારીઓની રનિંગ અલાઉન્સ તથા અન્ય ભથ્થાને પુનર્નિર્ધારણમાં અનિયંત્રિત વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેના પર તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે રનિંગ કર્મચારીઓ અને લોકો પાયલોટના નક્કી સમય કરતા વધુ સમય સુધી ગાડી ચલાવવા પર દબાણ કરવાના વિરોધમાં પણ આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનમાં રેલવે કર્મચારીઓના કામ સમયની સુરક્ષાનો પણ એક મહત્વનો મુદ્દો છે. રેલવે કર્મચારીઓ કુલ 12 માંગોને લઇને પ્રદર્શન કરી રહ્યાં છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે કરી હતી મુલાકાત
7માં પગાર પંચ અંતર્ગત ઓછામાં ઓછુ વેતનને વધારવામાં આવે તેમજ પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવે સહિતની અન્ય માંગોને લઇ ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહામંત્રી શિવગોપાલ મિશ્રાએ કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહની મુલાકાત કરી હતી. ત સમયે તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રીને જણાવ્યું હતું કે કેન્દ્રીય ક્રમચારીઓની માંગ પર ધ્યાન આપવા ન આવતા રેલવે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. મહામંત્રીએ તેમને યાદ કરાવ્યું હતું કે જુલાઇ 16માં જ્યારે એજેન્સીએ પ્રસ્તાવિત હડતાલની રોકી હતી, તે સમયે ગૃહમંત્રીની આગેવાનીમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ઘણા વચનો આપ્યા હતા. પરંતુ તેમાંથી ઘણી માંગો પૂર કરવામાં આવી નથી. એવામાં રેલવે કર્મચારીઓને આર-પારની લડાઇ લડવા માટે મજબુર થવું પડ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news