7th Pay Commission: આ 8 લાખ કર્મચારીઓ માટે સારા સમાચાર! સરકારે 2 ટકા વધાર્યો DA

કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કર્યા બાદ હવે PSU એટલે કે જાહેર ક્ષેત્રના એકમોમાં કામ કરતા કર્મચારીઓને ખુશ કરવાનો વારો છે. કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંકોના 8 લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) વધારો કર્યો છે

7th Pay Commission: આ 8 લાખ કર્મચારીઓ માટે સારા સમાચાર! સરકારે 2 ટકા વધાર્યો DA

નવી દિલ્હી: 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કર્યા બાદ હવે PSU એટલે કે જાહેર ક્ષેત્રના એકમોમાં કામ કરતા કર્મચારીઓને ખુશ કરવાનો વારો છે. કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંકોના 8 લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) વધારો કર્યો છે. સરકારે જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2.10 ટકાનો વધારો કર્યો છે.

PSU બેંકના કર્મચારીઓનો વધ્યો DA
ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 2021 માટે PSU કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, વધારો માત્ર ત્રણ મહિના માટે છે. તે AIACPI (All India Average Consumer Price Index) ના ડેટાના આધારે નક્કી કરવામાં આવ્યું છે. જેની ગણતરી નીચે મુજબ છે
- મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાની ગ્રાહક કિંમત સૂચકાંકની સરેરાશ (આધાર વર્ષ 2001 = 100) -126.33) x100

ઓગસ્ટના પગારમાં આવશે DA
ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) ના આદેશ અનુસાર, મે, જૂન અને જુલાઈ 2021 માટે DA આંકડો 367 સ્લેબ હતો. ઓગસ્ટથી ઓક્ટોબર માટે 30 સ્લેબનો વધારો થયો છે. આ આધાર પર હવે PSU કર્મચારીઓનો DA 2.10 ટકા વધીને 27.79 ટકા થયો છે. જે અગાઉ 25.69 ટકા હતું. આ વધેલા મોંઘવારી ભથ્થાને ઓગસ્ટ મહિનાના પગારમાં ઉમેરવામાં આવશે.

કેટેગરી મુજબના મળશે ફાયદો
મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ દરેક વર્ગના પગાર પ્રમાણે મળશે. ઉદાહરણ તરીકે, બેંક PO (Probationary Officer) નો પગાર દર મહિને 40 થી 42 હજાર રૂપિયા છે. તેમાં મૂળભૂત રૂપિયા 27,620 છે, જેના પર DA 2.10 ટકા વધ્યો છે. PO માટે સર્વિસ હિસ્ટ્રીના નિયમો અનુસાર, સમગ્ર સેવા દરમિયાન કર્મચારીઓને 4 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે. પ્રમોશન પછી મહત્તમ મૂળ પગાર 42,020 રૂપિયા છે.

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈથી અમલમાં આવ્યો છે. હવે તેમને 17% ને બદલે 28% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો પણ હવે જૂન 2021 માટે 3% મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે, જે 3% થવાની ધારણા છે. આ સાથે તેમનું મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધીને 31 ટકા થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news