કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખાં! બુક કરાવી લો ગાડી-બંગ્લોઝ, આ તારીખે પગારમાં થશે બમ્પર વધારો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર DA વધારતા પહેલા સરકાર ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય લઈ શકે છે. અત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે, જ્યારે કર્મચારીઓ લાંબા સમયથી તેને 3.68 કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે 26 જાન્યુઆરી પહેલા કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે.

કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખાં! બુક કરાવી લો ગાડી-બંગ્લોઝ, આ તારીખે પગારમાં થશે બમ્પર વધારો

નવી દિલ્લીઃ કેન્દ્રીય કર્મચારીઓને 26 જાન્યુઆરી પહેલાં સારા સમાચાર મળવાના છે. લગભગ ત્રણ વર્ષથી ફિટમેન્ટ ફેક્ટરને લઈને કર્મચારીઓની માંગ પર કેન્દ્ર સરકાર કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળવાના છે. પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી પહેલા તેમના પગારને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. મોદી સરકાર કર્મચારીઓના મૂળ પગારમાં વધારો કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ ત્રણ વર્ષથી ફિટમેન્ટ ફેક્ટરની કેન્દ્રીય કર્મચારીઓની માંગ પર કેન્દ્ર સરકાર કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકે છે. જો કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થાય છે, તો તેમના મૂળ પગારમાં મોટો વધારો થઈ શકે છે.

મોંઘવારી ભથ્થું 33 ટકા મળશે-
ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI) નવેમ્બરનો ડેટા આવી ગયો છે. ઇન્ડેક્સ 125.7 છે તેનો મતલબ કે મોંઘવારી ભથ્થામાં સીધો 2 ટકાનો વધારો થશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જાન્યુઆરીમાં ડીએ વધારાની જાહેરાત થવાની શક્યતા છે. એટલે કે આ પછી કર્મચારીઓને 33 ટકા ડીએ મળવાનું શરૂ થઈ જશે.

કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર DA વધારતા પહેલા સરકાર ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય લઈ શકે છે. અત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે, જ્યારે કર્મચારીઓ લાંબા સમયથી તેને 3.68 કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે 26 જાન્યુઆરી પહેલા કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે.

બેઝિક પગાર 26 હજાર રૂપિયા થશે-
જો કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારશે તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર આપોઆપ વધી જશે. ફિટમેન્ટ ફેક્ટર તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મૂળભૂત પગાર નક્કી કરે છે. ફિટમેન્ટ ફેક્ટરમાં છેલ્લે 2016માં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક વેતન 6,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો. જેથી હવે ફિટમેન્ટ ફેક્ટરમાં સંભવિત વધારા બાદ બેઝિક પગાર 26,000 રૂપિયા થઈ શકે છે. હાલમાં ન્યૂનતમ બેઝિક વેતન 18,000 રૂપિયા છે, જે વધીને 26,000 રૂપિયા થશે.

કેવી થશે પગારની ગણતરી-
ફિટમેન્ટ ફેક્ટર 3.68 થયા બાદ કર્મચારીઓનો મૂળ પગાર 26 હજાર રૂપિયા થઈ જશે. અત્યારે જો તમારો લઘુત્તમ પગાર 18 હજાર રૂપિયા છે, તો ભથ્થાંને બાદ કરતાં તમને 2.57 ફિટમેન્ટ ફેક્ટર અનુસાર 46,260 રૂપિયા (18,000 X 2.57 = 46,260) મળશે.

તો 95 હજાર રૂપિયા પગાર મળશે-
જો ફિટમેન્ટ ફેક્ટર 3.68 છે, તો તમારો પગાર 95,680 રૂપિયા (26000X3.68 = 95,680) થશે. એટલે કે તમારો પગાર બમણો થઈ જશે. સાથે જ મહત્તમ પગાર ધરાવતા કર્મચારીઓને વધુ વધારો મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news