7th Pay Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે છેલ્લા 10 દિવસો, મળશે જોરદાર ભેટ, વધી જશે પગાર

7th Pay Commission DA Hike: જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી છે. તેની પુષ્ટિ છેલ્લા પાંચ મહિનાનો ટ્રેન્ડ કરી રહ્યો છે. પ્રાઇઝ ઇન્ડેક્સ રેશ્યો પ્રમાણે દર મહિને ઈન્ડેક્સ 0.65 પોઈન્ટ વધ્યો છે. મે ઈન્ડેક્સ પ્રમાણે 45.58 ટકા સ્કોર પહોંચી ચુક્યો છે. 

7th Pay Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે છેલ્લા 10 દિવસો, મળશે જોરદાર ભેટ, વધી જશે પગાર

નવી દિલ્હીઃ 7th Pay Commission DA Hike: આગામી મહિનો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીઓથી ભરેલો હોઈ શકે છે. હવે માત્ર 10 દિવસ બાકી છે. આ પછી, સ્પષ્ટ થશે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું કેટલું હશે, જે જુલાઈથી વધશે. મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેનો આંકડો 31 જુલાઈએ આવશે. AICPI ઇન્ડેક્સના આ અડધા ભાગ માટેના અંતિમ આંકડા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એટલે કે જૂન 2023માં ખબર પડશે કે ઇન્ડેક્સ કેટલો હતો. તેના આધારે ગણતરી દ્વારા જાણી શકાશે કે મોંઘવારી ભથ્થું કેટલું વધારવું છે. જો કે, અત્યાર સુધીના આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાનો છે. પરંતુ, જૂનના આંકડા તેને વધુ સ્પષ્ટ કરશે. આ પછી, કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે તેની ઔપચારિક જાહેરાત કરશે. જો કે, આ જાહેરાત તાત્કાલિક થશે નહીં. આ માટે સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે.

1 જુલાઈથી લાગૂ થશે DA Hike
વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને (Central government employees)42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. પરંતુ 1 જુલાઈ 2023થી તેનું રિવિઝન થશે. રિવિઝન લાગૂ 1 જુલાઈથી થશે. પરંતુ તે માટે સરકાર જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કરી શકે છે. અત્યાર સુધી આ છ મહિના માટે જે AICPI આંકડા આવ્યા છે, તેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જોવા મળી શકે છે. આ વધારો તે કર્મચારીઓને મળશે જે સાતમાં પગાર પંચ હેઠળ પગાર લઈ રહ્યાં છે. 

AICPI ઈન્ડેક્સથી કઈ રીતે નક્કી થાય છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારી ભથ્થામાં સુધારો AICPI ઇન્ડેક્સ પર આધાર રાખે છે. ઈન્ડેક્સમાં જે પ્રકારનો ફેરફાર થાય છે, તે જ રીતે ડીએ હાઈકમાં પણ ફેરફાર થાય છે. શ્રમ મંત્રાલય દ્વારા ઔદ્યોગિક કામદારો માટે ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવે છે. તે ઘણી જગ્યાએથી ઈનપુટ લઈને તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધીના આંકડા જાન્યુઆરી 2023 થી મે 2023 સુધીના આવ્યા છે.

ઈન્ડેક્સનો સ્કોર શું કરે છે ઇશારો?
મે 2023ના AICPI ઇન્ડેક્સના આંકડા પ્રમાણે મોંઘવારી ભથ્થું 45.58 ટકા પહોંચી ચુક્યું છે. ઇન્ડેક્સ 134.7 પોઈન્ટ પર છે. તેમાં 0.50 પોઈન્ટની તેજી આવી છે. પરંતુ હજુ જૂનનો આંકડો આવવાનો બાકી છે. જો જૂનમાં ઇન્ડેક્સ ન વધે અથવા ઇન્ડેક્સમાં થોડો વધારો થાય તો પણ જુલાઈ 2023થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને 46 ટકા મોંઘવારી ભથ્થું મળશે. વાસ્તવમાં, મોંઘવારી ભથ્થું રાઉન્ડ ફિગરમાં ચૂકવવામાં આવે છે. જો ઇન્ડેક્સ નંબર 45.50 હોત તો મોંઘવારી ભથ્થું 45 ટકા વધ્યું હોત. પરંતુ, મે મહિનામાં જ ઇન્ડેક્સ 45.58 ટકા પર પહોંચી ગયો છે. તે પુષ્ટિ છે કે મોંઘવારી ભથ્થું ઓછામાં ઓછું 4 ટકા વધશે.

31 જુલાઈએ પડી જશે ખબર
જૂન 2023 માટે AICPI ઈન્ડેક્સના નંબર્સ 31 જુલાઈએ સાંજે જાહેર થશે. આ છ મહિના માટે અંતિમ નંબર હશે. જાન્યુઆરીથી જૂનના AICPI ઇન્ડેક્સ નંબરથી નક્કી થાય છે કે જુલાઈમાં મોંઘવારી ભથ્થું કેટલું વધશે. વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. જુલાઈથી ડિસેમ્બરના નંબર્સના આધાર પર જાન્યુઆરીથી લાગૂ થનાર મોંઘવારી ભથ્થું નક્કી થાય છે. 

કન્ફર્મ છે  46% DA Hike
સાતમાં પગાર પંચ પ્રમાણે જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થું 4 ટકા વધવાનું નક્કી છે. તેની પુષ્ટિ છેલ્લા પાંચ મહિનાનો ટ્રેન્ડ કરી રહ્યો છે. પ્રાઇઝ ઇન્ડેક્સ રેશ્યો પ્રમાણે દર મહિને ઈન્ડેક્સ 0.65 પોઈન્ટ વધ્યો છે. જો આ ટ્રેન્ડ જોઈએ તો જાન્યુઆરીમાં જે નંબર 43.08 હતો, તે વધીને 46.39 ટકા પહોંચી શકે છે. આ તમામ આંકડા જોતા લાગી રહ્યું છે કે કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news