7th Pay Commission: DA ના પૈસા આવવાની તારીખ કન્ફર્મ! કેન્દ્રીય કર્મચારીઓને એરિયર્સ સાથે મળશે ડબલ ગિફ્ટ
7th Pay Commission: JCM ના સચિવ શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, ઔદ્યોગિક કામદારો માટે મોંઘવારીના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે જાન્યુઆરી 2022માં ડીએમાં 3 ટકાનો વધારો થશે. માર્ચમાં હોળી પછી તેની જાહેરાત પણ કરવામાં આવશે અને ચૂકવણીની પ્રક્રિયા પણ શરૂ થશે
Trending Photos
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની આખરે ધીરજની પુરીક્ષા પુરી થઈ ગઈ છે. આખરે તેમનું મોંઘવારી ભથ્થું (DA) ચૂકવવામાં આવશે. એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ડબલ ભેટ મળશે. જાન્યુઆરી 2022 માટે મોંઘવારી ભથ્થું માર્ચ 2022માં જાહેર કરવામાં આવશે. હોળી પછી કર્મચારીઓને ભેટ મળી શકે છે. આ સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરીનું એરિયર્સ પણ મળશે.
ડિસેમ્બર 2021 સુધીના મોંઘવારી આંકડા સામે આવ્યા
JCM ના સચિવ શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, ઔદ્યોગિક કામદારો માટે મોંઘવારીના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે જાન્યુઆરી 2022માં ડીએમાં 3 ટકાનો વધારો થશે. માર્ચમાં હોળી પછી તેની જાહેરાત પણ કરવામાં આવશે અને ચૂકવણીની પ્રક્રિયા પણ શરૂ થશે. હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું 34 ટકાના દરે મળશે.
કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 31 ટકા ડીએ મળે છે. પરંતુ, આગામી હપ્તો ઉમેરીને તે હવે 34 ટકા થઈ જશે. જાન્યુઆરી 2022માં DAમાં 3 ટકાનો વધારો થવાનું નક્કી છે. 7th Pay Commission હેઠળ જાન્યુઆરી 2022માં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કુલ DA વધીને 34 ટકા થઈ જશે. 34 ટકાની ચૂકવણી માર્ચના પગાર સાથે કરવામાં આવશે.
AICPI-IW ડિસેમ્બરમાં આવ્યો ઘટાડો
ડિસેમ્બર 2021 માટે AICPI-IW (All India Consumer Price Index for Industrial Workers) નો ડેટા બહાર પાડવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં તે 0.3 પોઈન્ટ ઘટીને 125.4 પોઈન્ટ પર આવી ગયો હતો. નવેમ્બરમાં આ આંકડો 125.7 પોઈન્ટ હતો. તેમાં 0.24%નો ઘટાડો થયો છે. પરંતુ આનાથી મોંઘવારી ભથ્થામાં વધારાને કોઈ અસર થઈ નથી. શ્રમ મંત્રાલયના AICPI IWના આંકડાઓ બાદ સ્પષ્ટ છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે