7th Pay Commission: કેન્દ્રીયકર્મીઓ માટે ખુશખબરી, DA પર નાણામંત્રાલયની મોટી જાહેરાત

7th Pay Commission Latest Update On DA Hike : કેન્દ્ર સરકારના કર્મચારીઓને સરકારની તરફથી મોટી ખુશખબરી આપવામાં આવી છે. નાણા મંત્રાલય તરફથી કરવામાં આવેલી જાહેરાતનો ફાયદો દેશના લગભગ 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શરનરને મળ્વાનો છે. સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ડીએમાં કરવામાં આવેલો વધારાનો લાભ જાન્યુઆરી 2022 થી આપવામાં આવશે. 

કર્મચારીઓના ખાતમાં એરિયર પણ આવશે
નાણા મંત્રલાય તરફથી આ સંબંધમાં જાહેરાત કરવામાં આવી હતી. નવા અપડેટ બાદ કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશીનો પાર રહ્યો નથી. આ પહેલાં કેન્દ્ર તરફથી મોંઘવારી ભથ્થાને 31 થી 34 ટકા કરી દેવામાં આવ્યું હતું. પરંતુ નાણા મંત્રાલયે વધારીને મળનાર મોંઘવારી ભથ્થાને જાન્યુઆરી 20222 થી લાગૂ કરવા પર મોહર લગાવવામાં આવી છે. એટલે કે હવે કર્મચારીઓના ખાતામાં એરિયર આવશે. 

કેવી રીતે મળશે વધેલા ડીએનો ફાયદો
પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટએ ગત થોડા દિવસો પહેલાં ડીએને ત્રણ ટકા વધારવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ડીએ 31 ટકાથી વધીને 34 ટકા થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ગણના બેસિક સેલરીના આધારે કરવામાં આવે છે. 

નાણા મંત્રાલ્ય તરફથી આપવામાં આવેલી ખુશખબરીનો ફાયદો 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓની સાથે જ 68.62 લાખ પેંશનર્સને પણ મળશે. વધેલા ડીએની ચૂકવણી 1 જાન્યુઆરી 2022 થી કરવામાં આવશે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું કે જલદી જ ડીએની ચૂકવણી દર મહિને થનાર સેલેરીમાં થશે. તો બીજી તરફ મહિનાનું બાકી એટલે કે એરિયર પણ કર્મચારીઓને આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news