7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થયો 14% નો વધારો

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કર્મચારીઓના ડીએમાં 14 ટકાનો વધારો થયો છે. ડીએમાં વધારા બાદ હવે કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે. 

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થયો 14% નો વધારો

નવી દિલ્હીઃ 7th Pay Commission Latest News: કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees) માટે સૌથી મોટી ખુશખબરી આવી છે. સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા  (Dearness Allowance, DA) ની જાહેરાત કરી છે. નવી જાહેરાત બાદ કર્મચારીઓના ડીએમાં (DA Hike) 14 ટકાનો વધારો થયો છે, જેનાથી તેની વચ્ચે ઉત્સાહ છે. 

કર્મચારીઓના ડીએ વધારા બાદ હવે તેના પગારમાં મોટો વધારો થશે. મહત્વનું છે કે આ જાહેરાત માત્ર કેન્દ્રીય જાહેર ક્ષેત્ર ઉદ્યમ (CPSEs) ના કર્મચારીઓ માટે કરવામાં આવી છે. આ કર્મચારીઓના ડીએમાં જાન્યુઆરીના અંતમાં સંશોધન કરવામાં આવ્યું છે. 

કેટલું થયું મોંઘવારી ભથ્થુ (DA)
અન્ડર સેક્રેટરી સૈમુઅલ હકે જણાવ્યુ,  'CPSEs ના બોર્ડ સ્તર અને બોર્ડ સ્તરથી નીચેના અધિકારીઓ અને પર્યવેક્ષકોને મળનાર DA ના દરોમાં સંશોધન કરવામાં આવ્યું છે. 2007ના પગારધોરણ હેઠળ CPSEs ના અદિકારીઓ અને બિન-ફેડરલ સુપરવાઇઝરના ડીએને દર હવે 184.1%  થઈ ગયો છે. અત્યાર સુધી તેને 170.5% ડીએ મળી રહ્યું હતું. જુલાઈ 2021માં સરકારે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 7માં પગાર પંચ હેઠળ સીધો 11 ટકાનો વધારો થયો હતો. તો CPSEs માં 2007 ધોરણ પ્રમાણે ડીએ વધારવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે  CPSEs ના કર્મચારીઓના ડીએમાં પાછલા વર્ષે પણ વધારો થયો હતો. પાછલા મોંઘવારી ભથ્થા પર નજર કરીએ તો જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થુ સીધુ 159.9% થી વધીને 170.5% પહોંચી ગયું હતું. એટલે કે ડીએમાં 11 ટકાનો વધારો થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news