કેંદ્રીય કર્મચારીઓને થયો 16000 રૂપિયા સુધીનો ફાયદો, આ રીતે વધી તેમની સેલરી
તાજેતરમાં જ કેંદ્રીય કર્મચારીઓ તથા પેંશનરને ડીએ બે ટકા વધારીને 9% કરી દીધું છે. તેનાથી 180000 બેસિક પેવાળાના પગારમાં 360 રૂપિયાનો વધારો થયો છે.
Trending Photos
નવી દિલ્હી: કેંદ્રીય કર્મચારીઓની સેલરી 1 જાન્યુઆરી 2016ને 7મું પગાર પંચ લાગૂ થયા બાદ 3870 રૂપિયા વધી ગયા છે. જ્યારે નવો પે સ્કેલ લાગૂ થયો હતો ત્યારે તેમની ગ્રોસ સેલરી 14% ઓછી હતી. તે સમયે તેમની સેલરીમાં મોંઘવારી ભથ્થું (DA) હતું પરંતુ પછી મોદી સરકારે ડીએ આપવાનું શરૂ કરી દીધું. તાજેતરમાં જ કેંદ્રીય કર્મચારીઓ તથા પેંશનરને ડીએ બે ટકા વધારીને 9% કરી દીધું છે. તેનાથી 180000 બેસિક પેવાળાના પગારમાં 360 રૂપિયાનો વધારો થયો છે.
તો બીજી તરફ 2016ના મુકાબલે હવે તેમની સેલરી 9% ડીએ મળીને 1620 રૂપિયા વધી ગઇ છે. જો 6ઠ્ઠા પે સ્કેલના બેસિક પે અને ડીએ મળીને તુલના કરવામાં આવે તો આ વધારો 3870 રૂપિયા દર મહિને થાય છે. તો બીજી તરફ 67,700 બેસિક પે સ્કેલવાળા કર્મચારીઓના પગારમાં 16755 રૂપિયા વધી ગયા છે. આ વધારો જાન્યુઆરી 2016ના પગારથી ઓગસ્ટ 2018ના વેતનમાંથી ઘટાડો કરતાં નિકળે છે.
છઠ્ઠા પે સ્કેલ સમયે બેસિક હતી ઓછી
ઇલાહાબાદ (યૂપી) સ્થિત એજી ઓફિસ બ્રધરહુડના પૂર્વ અધ્યક્ષ અને ઓલ ઇન્ડીયા ઓડિટ એન્ડ એકાઉન્ટ એસોસિએશનના પૂર્વ સહાયક મહાસચિવ (આસિસ્ટેંટ સેક્રેટરી જનરલ) હરીશંકર તિવારીએ 'ઝી ન્યૂઝ' ડિજિટલ સાથે ફોન પર કહ્યું જે 6ઠ્ઠું પગારપંચ લાગૂ થયું ત્યારે એંટ્રી લેવલ પર પે 7000 રૂપિયા (પે બેંડ 52000+ ગ્રેડ પે 1800) હતો. તો બીજી તરફ ડીએ 125% મળતું હતું એટલે બેસિક વધુ ડીએ બનતું હતું. બાકી ભથ્થા તથા કપાત ગણીને કર્મચારીના હાથમાં 14757 રૂપિયા મહીને આવતા હતા. પરંતુ 7મું પગારપંચ લાગૂ થયા બાદ તેમના હાથમાં 15931 રૂપિયા (1 જાન્યુઆરી 2016ના) મળવા લાગ્યા, એટલે ટેક હોમ પેમાં 8% નો વધારો થયો પરંતુ ગ્રોસ પે માં 14% ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ ડીએ ઉમેરવામાં આવ્યું, જેનો દર હાલના સમયમાં 9% ટકા છે. એટલે કે 1620 રૂપિયા વધી ગયો. કુલમળીને જે કર્મચારીને 31 ડિસેમ્બર 2015 સુધી 15931 રૂપિયા મહીને પગાર મળતો હતો હતે વધુ પગાર મળશે.
6ઠ્ઠા તથા 7મા પગાર પંચની સરખામણી
6ઠ્ઠું પગાર પંચ |
7મું પગાર પંચ |
|
લેવલ 1 | ||
1- બેસિક પે | 7000 | 18000 |
2- ડીએ | 8750 | 0 |
3- ગ્રોસ પે | 15750 | 18000 |
4- કપાત | 993 | 2069 |
5- ટેક હોમ પે | 14757 | 15931 |
6ઠ્ઠું પગાર પંચ |
7મું પગાર પંચ |
|
लेवल-5 | ||
1- બેસિક પે | 11360 | 29200 |
2- ડીએ | 14200 | 0 |
3- ગ્રોસ પે | 25565 | 29200 |
4- કપાત | 2098 | 4125 |
5- ટેક હોમ પે | 23467 | 25075 |
6ઠ્ઠું પગાર પંચ |
7મું પગાર પંચ |
|
लेवल-10 | ||
1- બેસિક પે | 25350 | 67700 |
2- ડીએ | 31688 | 0 |
3- ગ્રોસ પે | 57038 | 67700 |
4- કપાત | 8369 | 14451 |
5- ટેક હોમ પે | 48669 | 53249 |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે