7th CPC: સરકારી કર્મચારીઓને લાગશે જેકપોટ! બેઝિક પગારમાં આવી શકે છે મોટો ઉછાળો, ખાસ જાણો
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વેતન પંચની રચના થવાની શક્યતા તો ઓછી જોવા મળી રહી છે. પરંતુ સરકાર બેઝિક પગારમાં મોટો વધારો કરી શકે છે.
Trending Photos
કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વેતન પંચની રચના થવાની શક્યતા તો ઓછી જોવા મળી રહી છે. પરંતુ સરકાર બેઝિક પગારમાં મોટો વધારો કરી શકે છે. જેનાથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે જલદી મોટી સરકાર મોટી ભેટની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો નાણા મંત્રાલય કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં વધારો કરી શકે છે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ નાણા મંત્રાલય કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 ની જગ્યાએ 21,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહ્યું છે. અત્યાર સુધી સાતમા પગાર પંચની ભલામણો મુજબ લઘુત્તમ પગાર 18,000 રૂપિયા ફિક્સ છે. આ લઘુત્તમ પગાર લેવલ-1ના કર્મચારીઓ માટે છે. અલગ અલગ પે બેન્ડ અને લેવલ પર પગાર અલગ છે. પરંતુ આ જ રેશિયોમાં ત્યાં પણ પગાર વધે છે.
પગાર પંચની જગ્યાએ બેઝિક પગારમાં ઉછાળો
સરકાર આ વખતે આગામી વેતન પંચ લાવવાની જગ્યાએ બેઝિક પગારમાં સીધો વધારો કરવાની યોજના ઘડી રહી છે. જેનો અર્થ છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે. વર્ષ 2016ના અંતમાં પગાર પંચની ભલામણો લાગૂ થયા બાદ નાણામંત્રી અરુણ જેટલીએ કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારને 18,000 રૂપિયાથી વધારવાનું વચન આપ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી સરકારે આ અંગે કોઈ નક્કર નિર્ણય લીધો નથી. સૂત્રોનું માનીએ તો તેા પર વિચાર ચાલુ છે અને બની શકે કે બજેટમાં તેના અંગે કોઈ જાણકારી શેર કરવામાં આવે. પરંતુ બજેટ બાદ જ તેમાં ફેરફારની શક્યતા છે.
3000 રૂપિયા વધી શકે બેઝિક પગાર
7th Pay Commission ની ભલામણોમાં ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ગણું રાખવામાં આવ્યું છે. જેના આધાર પર કેન્દ્રીય કર્મચારીઓના પગાર રિવાઈઝ કરવામાં આવ્યા. આંકડા જોઈએ તો સાતમા પગાર પંચમાં સૌથી ઓછો સેલરી હાઈક મળ્યો હતો. જો કે બેઝિક પગાર 18,000 રૂપિયા કરવામાં આવ્યો. ચર્ચા છે કે ફિટમેન્ટ ફેક્ટર બદલીને 3.68 ગણા સુધી રાખવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર 18,000 રૂપિયાની જગ્યાએ વધીને 27000 રૂપિયા પણ થઈ શકે. પરંતુ સૂત્રોનું માનીએ તો તેને વધારીને 3 ગણો કરવામાં આવી શકે. તેનાથી ન્યૂનતમ પગારમાં 3,000 રૂપિયાનો વધારો થઈ શકે. આ વધારા બાદ કર્મચારીઓનો પગાર 21,000 રૂપિયા થઈ શકે છે.
બેઝિક પગારમાં વધારો કેમ જરૂરી?
મોંઘવારીની અસર
વધતી મોંઘવારીના કારણે કેન્દ્રીય કર્મચારીઓનો પરચેઝિંગ પાવર ઓછો થઈ ગયો છે. બેઝિક પગારમાં વધારાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ
વધુ પગારથી કર્મચારીઓનું જીવનસ્તર સુધરશે અને તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ રહેશે.
પ્રોડક્ટિવિટી વધશે
પગાર વધારાથી કર્મચારીઓની પ્રોડક્ટિવિટીમાં પણ વધારો થશે. જેનાથી સરકારી સેવાઓની ગુણવત્તા પણ સારી થશે.
ક્યારે થશે જાહેરાત?
સરકાર જલદી આ મામલે અધિકૃત જાહેરાત કરી શકે છે. આ જાહેરાત કેન્દ્રીય બજેટ 2024 બાદ જ થઈ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને સરકાર પાસેથી ખુબ અપેક્ષા છે. તેમને આશા છે કે આ વખતે સરકાર તેમની આવકમાં સુધારા માટે કોઈ નક્કર પગલું ભરશે.
(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે