તહેવાર પહેલાં મોદી સરકારે કેંદ્રીય કર્મચારીઓને આપી મોટી ભેટ, DA 2% વધાર્યું
ઝી ન્યૂઝ ડિજિટલે જૂલાઇમાં આ સમાચાર બ્રેક કરી દીધા હતા કે મોદી સરકાર આ વખતે ડીએ બે ટકા વધારશે અને આ ઓગસ્ટના પગાર સાથે આવશે.
Trending Photos
નવી દિલ્હી: તહેવારની સિઝન પહેલાં મોદી સરકરે કેંદ્રીય કર્મચારીઓને મોટી ભેગ આપી છે. તેમનું મોંઘવારી ભથ્થું (DA) બે ટકા વધારી દેવામાં આવ્યું છે. હવે કેંદ્રીય કર્મચારીઓને 9 ટકા ડીએ મળશે. બુધવારે (29 ઓગસ્ટ)ના રોજ આર્થિક મામલાની કેંદ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. કેંદ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે ડીએની ગણના કર્મચારીની બેસિક સેલેરીના આધારે થાય છે. આ વર્ષે માર્ચમાં સરકારે બે ટકા ડીએ વધાર્યું હતું. તેને 5 ટકાથી વધારીને 7 ટકા કરી દીધું હતું. હવે આ 9 ટકા કરી દેવામાં આવ્યું છે, જે 1 જુલાઇ 2018થી લાગૂ થશે. આમ તો ડીએ જૂલાઇમાં વધી જવું જોઇતું હતું, પરંતુ જૂન મહિનાના ઇન્ડેક્સના આંકડા લગભગ એક મહિના મોડા જાહેર થયા.
ઝી ન્યૂઝે સૌથી પહેલાં બ્રેક કર્યા હતા આ સમાચાર
ઝી ન્યૂઝ ડિજિટલે જૂલાઇમાં આ સમાચાર બ્રેક કરી દીધા હતા કે મોદી સરકાર આ વખતે ડીએ બે ટકા વધારશે અને આ ઓગસ્ટના પગાર સાથે આવશે. ડીએની ગણતરી કરનાર ઇલાહાબાદ (યૂપી) સ્થિત એજી ઓફિસ બ્રધરહૂડના પૂર્વ અધ્યક્ષ હરિશંકર તિવારીએ 'જી ન્યૂઝ' ડિજિટલ સાથે ફોન પર કહ્યું કે આ વખતે પણ મોંઘવારી ભથ્થું બે ટકા વધવાની સંભાવના છે. જૂનના ઇંડેક્સના આંકડા આવ્યા બાદ તેની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકારો પણ ડીએમાં વધારાની જાહેરાત કરશે.
નવા ઇંડેક્સ પર કામ કરી રહી છે સરકાર
હરીશંકર તિવારીએ જણાવ્યું કે સરકાર ઇંડેક્સને મોડીફાઇ કરી રહી છે. સાથે જ બેસ ઇયર પણ બદલાશે, જેના આધાર પર ડીએની ગણતરી થાય છે. તેનાથી લગભગ 1 કરોડ કેંદ્રીય કર્મચારીઓ અને પેંશનધારકઓને લાભ થશે. હાલ સીપીઆઇ-આઇડબ્લ્યૂના બેસ ઇયર 2011 છે. 2006માં જ્યારે 6ઠ્ઠું પગાર પંચ લાગૂ થયું ત્યારે બેસ ઇયર 2006 કરી દીધું હતું. આ પહેલાં આ 1982 હતું.
ઇંડસ્ટ્રિયલ વર્કરને થઇ રહ્યો છે વધુ ફાયદો
સરકાર કંજ્ઝૂમર પ્રાઇસ ઈંડેક્સ (સીપીઆઇ)ને બદલી રહી છે. તેનાથી ઇંડસ્ટ્રિયલ વર્કરનું ડીએ નક્કી થશે. ડીએ કોસ્ટ ઓફ લિવિંગ એડજેસ્ટમેંટ એલાઉન્સ છે જે સરકારી કર્મચારીને મળે છે. તેની ગણના કર્મચારીની બેસિક સેલરીના રૂપમાં કરવામાં આવે છે. મોંઘવારીની અસરને ઓછી કરવા માટે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે.
આધાર વર્ષમાં દર વર્ષે થશે ફેરફાર
આધાર વર્ષ દરેક 6 વર્ષે બદલાશે. તો બીજી તરફ નવા ઇંડેક્સમાં નવા ઇંડસ્ટ્રિયલ સેંટર્સને પણ સામેલ કરવામાં આવશે. જેથી આવા સેંટરોની સંખ્યા 78થી વધીને 88 થઇ જશે. ગત 15 વર્ષમાં ઔદ્યોગિક કર્મચારીઓની જીવનશૈલીમાં આવનાર ફેરફાર પર અસર સામેલ કરવાના લિસ્ટમાં કાર અને મોબાઇલ સહિત ઘણી વસ્તુઓ ઉમેરવામાં આવી રહી છે. બેસ ઇયરમાં ફેરફાર કરવાથી સરકારી ખજાના પર કરોડો રૂપિયાની અસર પડવાની આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે