7th Pay Commission: માર્ચના પગારમાં આવશે 2 મહિનાનું DA એરિયર, સાથે આ ભથ્થામાં થઈ જશે વધારો

DA Hike News: કેન્દ્ર સરકારે હોળીના તહેવાર પહેલા મોટો નિર્ણય લેતા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારની જાહેરાત બાદ કેન્દ્રીય કર્મચારીઓને બે મહિનાનું ડીએ એરિયર પણ મળવાનું છે. 

7th Pay Commission: માર્ચના પગારમાં આવશે 2 મહિનાનું DA એરિયર, સાથે આ ભથ્થામાં થઈ જશે વધારો

7th Pay Commission: સરકારે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને ડીએ તેના બેસિક પગારના 50 ટકાની બરાબર મળશે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતથી સરકારી ખજાના પર વાર્ષિક 12868.72 કરોડ રૂપિયાનું ભારણ વધશે. તેનાથી આશરે 67.95 લાખ પેન્શનર્સ અને 49.18 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થવાનો છે. આવો જાણીએ 50 ટકા મોંઘવારી ભથ્થું થવાનો શું મતલબ છે. 

વધી જશે આ ભથ્થા
સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરાતા પરિવહન, ડેપ્યૂટેશન અને કેન્ટીન ભથ્થામાં 25 ટકાનો વધારો થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી તેની બેસિક સેલેરીના 46 ટકાથી વધી 50 ટકા થઈ ગયું છે. રિવાઇઝ સેલેરી સ્ટ્રક્ચર પ્રમાણે બેસિક વેતન સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર વેતન મેટ્રિક્સમાં નક્કી સ્તર પર લેવામાં આવેલું વેતન છે, પરંતુ તેમાં અન્ય કોઈ પ્રકારના ભથ્થાને સામેલ કરવામાં આવતા નથી. 

આ રીતે થાય છે ડીએની ગણતરી
મોંઘવારી ભથ્થું મહેનતાણુંનો એક અલગ ભાગ રહેશે. તેને FR 9(21) ના કાર્યક્ષેત્રમાં પગાર તરીકે ગણવામાં આવશે નહીં. મોંઘવારી ભથ્થાને કારણે 50 પૈસા અને તેનાથી વધુના બેલેન્સને આગળ વધારવામાં આવશે. તેના ઓછા અંશને હટાવી દેવામાં આવશે. મોંઘવારી ભથ્થાના બાકી પગારની ચુકવણી માર્ચ મહિનાની સેલેરીમાં કરવામાં આવશે. તે પહેલા આ પૈસા મળશે નહીં. આ આદેશ ડિફેન્સ સર્વિસ એસ્ટિમેટમાંથી પગાર લેતા કર્મચારીઓ પર પણ લાગૂ થશે. સશસ્ત્ર દળ કર્મીઓ અને રેલવે કર્મચારીઓના સંબંધમાં ક્રમશઃ રક્ષા મંત્રાલય અને રેલ મંત્રાલય અલગ-અલગ આદેશ જારી કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news