₹75000 પગાર અને 10 વર્ષની નોકરી, હવે તમને કંપની તરફથી કેટલી ગ્રેચ્યુઈટી મળશે? અહીં જાણો

તમને ગ્રેચ્યુઈટી કેટલી મળશે, તે એક ફોર્મ્યુલાના આધાર પર નક્કી કરવામાં આવે છે. જો તમે પણ તે લોકોમાંથી છો જે લાંબા સમયથી કંપનીમાં સેવા આપી રહ્યાં છો અને ગ્રેચ્યુઈટીના હકદાર બની ગયા છો. તો જાણો તમને કેટલી ગ્રેચ્યુઈટી મળશે. 
 

₹75000 પગાર અને 10 વર્ષની નોકરી, હવે તમને કંપની તરફથી કેટલી ગ્રેચ્યુઈટી મળશે? અહીં જાણો

Gratuity Calculation Formula: જો તમે કોઈ કંપનીમાં 5 વર્ષ સુધી સતત કામ કરો છો તો તમે કંપની તરફથી ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર બનો છો. આ તે રકમ છે જે કર્મચારીને લાંબા સમય સુધી કંપનીમાં સારી સેવાઓ માટે એક રિવોર્ડ તરીકે આપવામાં આવે છે. જે કંપનીમાં 10 કે તેથી વધુ કર્મચારી કામ કરે છે, તે Gratuity Act 1972 હેઠળ આવે છે. 

તમને ગ્રેચ્યુઈટી કેટલી મળશે, તે એક ફોર્મ્યુલાના આધાર પર નક્કી કરવામાં આવે છે. જો તમે પણ તે લોકોમાંથી છો જે લાંબા સમયથી કંપનીમાં તમારી સેવા આપી રહ્યાં છો અને ગ્રેચ્યુઈટીના હકદાર બની ગયા છો તો અહીં જાણો  Gratuity Calculation ની Formula શું છે અને જો તમારો પગાર 75,000 રૂપિયા છે અને તમારી નોકરીના 10 વર્ષ થઈ ગયા છે તો તમને કેટલી રકમ ગ્રેચ્યુઈટી તરીકે મળવી જોઈએ.

આ છે Gratuity Calculation Formula
ગ્રેચ્યુઈટીને કેલકુલેટ કરવાની ફોર્મ્યુલા છે- (છેલ્લો પગાર) x કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું) x (15/26). છેલ્લા પગારનો મતલબ, તમારા છેલ્લા 10 મહિનાની સેલેરી એવરેજથી છે. આ સેલેરીમાં મૂળ વેતન, મોંઘવારી ભથ્થું અને કમીશનને સામેલ કરવામાં આવે છે. મહિનામાં રવિવારના 4 દિવસ વીક ઓફ હોવાને કારણે 26 દિવસ ગણવામાં આવે છે અને 15 દિવસના આધાર પર ગ્રેચ્યુઈટીની ગણતરી થાય છે. 

 ₹75000 પગાર, 10 વર્ષની નોકરી પર કેટલા મળશે પૈસા
ગ્રેચ્યુઈટી ફોર્મ્યુલાની ગણતરી પ્રમાણે જુઓ તો તમે કોઈ કંપનીમાં 10 વર્ષ કામ કર્યું અને તમારો છેલ્લો પગાર 75000 રૂપિયા હતો તો આ રીતે ગણતરી થશે (75000) x (10) x (15/26). ગણતરી કરવા પર આવશે 4,32,692 રૂપિયા. આ રકમ તમને ગ્રેચ્યુઈટી તરીકે આપવામાં આવશે. આ રીતે તમે તમારો પગાર અને નોકરીના વર્ષોના આધાર પર ગણતરી કરી શકો છો. 

આ સ્થિતિમાં અલગ હોય છે ગણતરી
જ્યારે કંપની કે સંસ્થા Gratuity Act હેઠળ રજીસ્ટર્ડ ન હોય તો કર્મચારી ગ્રેચ્યુઈટી એક્સ હેઠળ આવતા નથી. પરંતુ જો કંપની ઈચ્છે તો સ્વેચ્છાથી ગ્રેચ્યુઈટી આપી શકે છે, પરંતુ આ ગ્રેચ્યુઈટી નક્કી કરવાની ફોર્મ્યુલા અલગ હોય છે. તેવામાં ગ્રેચ્યુઈટીની રકમ, દર વર્ષ માટે અડધા મહિનાના પગાર બરાબર હશે. પરંતુ મહિનો કામ કરવાના દિવસની સંખ્યા 30 માનવામાં આવશે, 26 નહીં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news