પિતાના મોત બાદ માસૂમ બાળકોને રેસ્ટોરેન્ટ ભાડુ ચૂકવવાના ફાંફા, Anand Mahindra એ આ રીતે કરી મદદ

આનંદ મહિન્દ્રા પોતાની દયા અને એક્ટિવનેસના કારણે દરરોજ સમાચારોમાં રહે છે. તાજેતરમાં, અન્ય એક ટ્વિટમાં, તેમણે એક રેસ્ટોરન્ટમાં જવાનું વચન આપ્યું હતું. જોકે, એક વીડિયોમાં બે બાળકો જોવા મળે છે જે લોકોને તેમની રેસ્ટોરન્ટમાં આવવાની અપીલ કરે છે.

પિતાના મોત બાદ માસૂમ બાળકોને રેસ્ટોરેન્ટ ભાડુ ચૂકવવાના ફાંફા,  Anand Mahindra એ આ રીતે કરી મદદ

નવી દિલ્હીઃ આનંદ મહિન્દ્રા પોતાની દયા અને એક્ટિવનેસના કારણે દરરોજ સમાચારોમાં રહે છે. તાજેતરમાં, અન્ય એક ટ્વિટમાં, તેમણે એક રેસ્ટોરન્ટમાં જવાનું વચન આપ્યું હતું. જોકે, એક વીડિયોમાં બે બાળકો જોવા મળે છે જે લોકોને તેમની રેસ્ટોરન્ટમાં આવવાની અપીલ કરે છે. આ વીડિયો જોઈને આનંદ મહિન્દ્રાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે જાહેરમાં બાળકોને વચન આપ્યું કે તેઓ જ્યારે પણ અમૃતસર આવશે ત્યારે તેઓ તેમની રેસ્ટોરન્ટમાં ચોક્કસ જશે.

શું છે સમગ્ર મામલો?
ગત ગુરુવારે અમૃતસર વોકિંગ ટુર્સ (Amritsar Walking Tours) નામની YouTube ચેનલ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં 17 વર્ષના જશનદીપ સિંહ અને 11 વર્ષના અંશદીપ સિંહની કહાની છે, જેઓ અમૃતસરમાં Top Grill નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. તેના પિતાએ થોડા મહિના પહેલા આ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી, પરંતુ 26 ડિસેમ્બર 2021ના રોજ તેનું દુઃખદ અવસાન થયું. હવે આ બંને બાળકો મળીને આ રેસ્ટોરન્ટ ચલાવે છે અને તેમના માટે આ જગ્યાનું ભાડું ચૂકવવું પણ મુશ્કેલ છે. વીડિયોના અંતમાં અંશદીપ સિંહ લોકોને તેમના ત્યાં આવવાની અપીલ કરતા જોવા મળે છે.

આનંદ મહિન્દ્રાએ આપ્યો જવાબ
11 વર્ષના આ માસૂમના અવાજને આનંદ મહિંદ્રાએ સાંભળ્યો અને તેનો જવાબ પણ આપ્યો છે. આ વીડિયોને પોસ્ટ કરતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું (Anand Mahindra Viral Video) આ બાળકોની તકલીફ એ લોકોમાંથી એક છે જે મેં અવારનવાર જોઇ છે. બહુ જલ્દી આ બાળકોની રેસ્ટોરન્ટની બહાર લોકોની લાઈન લાગી શકે છે.

આનંદ મહિન્દ્રા તેમની યાદીમાં કર્યા સામેલ

— anand mahindra (@anandmahindra) February 5, 2022

આનંદ મહિન્દ્રા આગળ લખે છે કે મને અમૃતસર ગમે છે અને હું ઘણીવાર આ શહેરમાં વિશ્વની સૌથી સ્વાદિષ્ટ જલેબી ખાવા માટે જાઉં છું, પરંતુ હવે આ રેસ્ટોરન્ટ મારી યાદીમાં સામેલ થઈ ગઈ છે અને હવે જ્યારે પણ હું આગામી વખતે આ શહેરમાં જઈશ ત્યારે ચોક્ક્સ હું ખાવાનું ખાઈશ.

ટ્રેન્ડ થઇ રહ્યું છે બાબા કા ઢાબા
જો કે, મહિન્દ્રાના આ ટ્વિટ સાથે ટ્વિટર પર #BabaKaDhaba ટ્રેન્ડ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે બાબાનો ધાબા દિલ્હીમાં કોરોના કાળ દરમિયાન ઘણો લોકપ્રિય બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news