ફોર્બ્સની વિશ્વની સન્માનિત કંપનીઓની યાદીમાં 18 ભારતની, ઈન્ફોસિસ ત્રીજા સ્થાન પર

ફોર્બ્સની વિશ્વની સન્માનિત કંપનીઓની યાદીમાં ભારતીય કંપની ઇન્ફોસિસને ત્રીજુ સ્થાન મળ્યું છે. પ્રથમ સ્થાન પર વીઝા અને ઈટાલીની ફેરારી બીજા સ્થાન પર છે. 

ફોર્બ્સની વિશ્વની સન્માનિત કંપનીઓની યાદીમાં 18 ભારતની, ઈન્ફોસિસ ત્રીજા સ્થાન પર

નવી દિલ્હીઃ ફોર્બ્સની સન્માનિત કંપનીઓની યાદીમાં 18 ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું છે. તેમાં ઇન્ફોસિસ, ટીસીએસ અને એચડીએફસી સામેલ છે. માહિતી ટેકનોલોજી ક્ષેત્રની કંપની ઇન્ફોસિસને વિશ્વની સન્માનિત કંપનીઓની યાદીમાં ત્રીજુ સ્થાન મળ્યું છે. વૈશ્વિક ચુકવણી ટેકનોલોજી કંપની વીઝા આ યાદીમાં પ્રથમ સ્થાન પર અને ઈટાલીની કાર કંપની ફેરારી બીજા સ્થાન પર છે. 

પાછલા વર્ષે 31મા સ્થાન પર હતી ઇન્ફોસિસ
ઇન્ફોસિસ 2018મા આ યાદીમાં 31મા સ્થાન પર હતી. યાદીમાં ટોપ-10 કંપનીઓમાં નેટફ્લિક્સ ચોથા, પેપાલ પાંચમાં, માઇક્રોસોફ્ટ છઠ્ઠા, વાલ્ટ ડિઝની સાતમાં, ટોયોટા મોટર આઠમાં, માસ્ટરકાર્ડ નવમાં અને કોસ્ટકો હોલસેલ 10મા સ્થાન પર છે. યાદીમાં ટોપ 50 સ્થાનોમાં ભારતીય કંપની ટીસીએસ 22મા અને ટાટા મોટર્સ 31મા સ્થાન પર છે. 

ટોપ-10 કંપનીઓ

 
   
કંપની સ્થાન
વીઝા 1
ફેરારી 2
ઇન્ફોસિસ 3
નેટફ્લિક્સ 4
પેપાલ 5
માઇક્રોસોફ્ટ 6
વાલ્ટ ડિઝની 7
ટોયોટા મોટર 8
માસ્ટરકાર્ડ 9
કોસ્ટકો હોલસેલ 10

યાદીમાં સામેલ ભારતીય કંપનીઓ  
   
કંપનીનું નામ ફોર્બ્સની યાદીમાં સ્થાન
ઇન્ફોસિસ 3
ટીસીએસ 22
ટાટા મોટર્સ 31
ટાટા સ્ટીલ 105
લાર્સન એન્ડ ટુબ્રો 115
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 117
એચડીએફસી 135
બજાજ ફાયનાન્સ 143
પીરામલ એન્ટરપ્રાઇઝ 149
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા 153
એચસીએલ ટેકનોલોજી 155
હિન્ડાલ્કો 157
વિપ્રો 168
એચડીએફસી બેન્ક 204
સ્નફાર્મા 217
જનરલ ઇન્સોરન્સ 224
આઈટીસી 231
એસિયન પેન્ટ્સ 248

યાદીમાં સામેલ અન્ય કંપનીઓમાં ટાટા સ્ટીલ (105), લાર્સન એન્ડ ટુબ્રો (115), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (117), એચડીએફસી (135), બજાજ ફાયનાન્સ (143), પીરામલ એન્ટરપ્રાઇઝ (149), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (153), એચસીએલ ટેક્નોલોજી (155), હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ (157), વિપ્રો (168), એચડીએફસી બેન્ક (204), સનફાર્મા ઇન્ડસ્ટ્રીઝ (217), જનરલ ઇન્સોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (224), આઈટીસી (231) અને એશિયન પેઇન્ટ્સ (248).

સર્વાધિક કંપનીઓ અમેરિકાની
વિશ્વની 250 સન્માનિત કંપનીઓની યાદીમાં સૌથી વધુ 59 કંપનીઓ અમેરિકાની છે. ત્યારબાદ જાપાન, ચીન અને ભારતની કંપનીઓનો નંબર આવે છે. જાપાન, ચીન અને ભારતની કુલ મળીને 82 કંપનીઓ યાદીમાં છે. પાછલા વર્ષે આ ત્રણેય દેશોની 63 કંપનીઓ યાદીમાં સામેલ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news