સરકાર દર મહિને આપશે 30,000 કમાવાની તક, ડિગ્રીની જરૂર નહીં... જાણો વિગત

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યુ કે, ભારતને આવનારા સમયમાં લગભગ એક લાખ ડ્રોન પાયલટ્સની જરૂર પડશે. તેમણે કહ્યું કે 12 પાસ પણ તેની ટ્રેનિંગ લઈ શકે છે. 
 

સરકાર દર મહિને આપશે 30,000 કમાવાની તક, ડિગ્રીની જરૂર નહીં... જાણો વિગત

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યુ કે ભારતને આવનારા વર્ષોમાં લગભગ એક લાખ ડ્રોન પાયલટ્સની જરૂર હશે. તે એટલા માટે કારણ કે કેન્દ્રીય મંત્રાલય દેશમાં ડ્રોન સર્વિસની સ્વદેશી માંગ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં આવનારા સમયમાં આશરે એક લાખ ડ્રોન પાયલટ્સની જરૂર છે. એટલે કે યુવાનોને નોકરીની નવી તક મળશે. 

ધોરણ 12 પાસ બની શકે છે ડ્રોન પાયલટ
સિંધિયાએ જણાવ્યુ કે, ધોરણ 12 પાસ વ્યક્તિ ડ્રોન પાયલટના રૂપમાં ટ્રેનિંગ લઈ શકે છે. તેમણે કહ્યું કે, તે માટે કોઈ કોલેજ ડિગ્રીની જરૂર પડતી નથી. આવનારા સમયમાં એક લાખ જેટલા ડ્રોન પાયલટની જરૂર પડશે. મંત્રીએ કહ્યુ કે, બે-ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે. એક વ્યક્તિ મહિને 30 હજાર રૂપિયાનો પગાર મેળવવાની સાથે ડ્રોન પાયલટની નોકરી કરી શકે છે. 

ભારતને ગ્લોબલ ડ્રોન હબ બનાવવાનો ટાર્ગેટ
આજે રાજધાનીમાં નીતિ આયોગના એક્સપીરિયન્સ સ્ટૂડિયોને લોન્ચ કરતા ઉડ્ડયન મંત્રીએ કહ્યુ, 'અમારા લક્ષ્ય ભારતને 2030 સુધી ડ્રોન હબ બનાવવાનું છે. અમે વિવિધ ઇન્ડસ્ટ્રિયલ અને ડિફેન્સ સાથે સંકળાયેલા સેક્ટરમાં ડ્રોનના ઉપયોગને વધારવા પ્રોત્સાહન આપી રહ્યાં છીએ. પીએમ મોદી ઈચ્છે છે કે નવી તકનીકનો વિકાસ થાય અને વધુ લોકો સુધી નવી તકનીક પહોંચે.'

શું છે સરકારની યોજના?
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે અમે ડ્રોન સેવાને સરળતાથી ઉપલબ્ધ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. ભારત જલદી ડ્રોન ઇનોવેશનને અપનાવનાર ઉદ્યોગોની એક મોટી સંખ્યા જોશે. સિંધિયાએ કહ્યુ કે, અમે ડ્રોન સેક્ટરને ત્રણ પૈંડા પર આગળ લઈ જવાના છીએ. પ્રથમ પૈંડુ પોલિસી છે. જમે જોયુ હશે કે અમે ઝડપથી પોલિસીને લાગૂ કરી રહ્યાં છીએ. બીજુ તેમણે કહ્યું કે, ઇનિસિએટિવ પેદા કરવાનું છે. તો ત્રીજુ પૈંડુ સ્વદેશી માંગ ઉભી કરવાનું છે. તેમણે કહ્યું કે, પીએલઆઈ યોજના ડ્રોન સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ અને સેવાઓને એક નવુ પ્રોત્સાહન આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news