આજથી 10 નિયમોમાં થયા ફેરફાર, જે તમારા જીવન પર કરશે સીધી અસર

નાણાકીય વર્ષ 2018-19 સમાપ્ત થઇ ગયું છે અને નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે નવા નાણાકીય વર્ષમાં કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આજથી 10 નિયમોમાં થયા ફેરફાર, જે તમારા જીવન પર કરશે સીધી અસર

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2018-19 સમાપ્ત થઇ ગયું છે અને નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે નવા નાણાકીય વર્ષમાં કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ આર્ટિકલ્સ માં અમે તમને તે નિયમો વિશે જણાવી રહ્યાં છે. જે આજથી (1 એપ્રિલ) બદલાવ કરવામાં આવ્યા છે. કેટલીક વસ્તુઓ સસ્તી થશે તો કેટલીક વસ્તુઓ અને સેવાઓ પણ મોંઘી થઇ જશે.

1. આજથી (1 એપ્રિલ) તે પાન કાર્ડ માન્ય નહીં ગણાય જેને આધાર કાર્ડ જોડવામાં આવ્યા નહીં હોય. તેનાથી તમને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલીઓ પડી શકે છે.

2. TRAIના નવા નિયમ આજથી (1 એપ્રિલ) લાગુ થઇ જશે. જો એવામાં તમે તમારી મનપસંદ ચેનલનું સિલેક્શન કરવાનું ભુલી ગયા છો તો ટીવી સેટ તમારા માટે કોઇ કામનો રહેશે નહીં. ટીવી જોવા માટે ચેનલ પેક પસંદ કરવું જરૂરી છે. ટીવી જોવા માટે ઓછામાં ઓછા 153 રૂપિયા (GST) ચુકવવા પડશે. જેમાં 100 ફ્રી ટૂ એર ચેનલ જોઇ શકશો. તેમાં 25 ચેનલ દૂરદર્શનની હશે બાકી 75 ચેનલનું તમે જાતે સિલેક્શન કરી શકો છો.

3. નાણાકીય વર્ષ 2017-2018 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. આજથી (1 એપ્રિલ) ના તો રિટર્ન ફાઇલ કરી શકશો અને ના કોઇ પ્રકારના બદલાવ કરી શકો છો.

4. બિઝનેસમેન માટે GST રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી.

5. આજથી કાર મોંઘી થઇ જશે. જુદી જુદી કંપનીઓની કાર 75 હજાર રૂપિયા સુધી મોંઘી થઇ જશે. ઘણી કંપનીઓએ આ પહેલા પણ તેની જાહેરાત કરી હતી.

6. જોકે, આજથી (1 એપ્રિલ) ઘર ખરીદવું સસ્તુ થશે. અંડર કંસ્ટ્રક્શન બિલ્ડિગ માટે GSTના દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાંધકામ હેઠળના ઘરો પર જીએસટીના દર ઘટાડી એક ટકા કરી દેવામાં આવ્યા છે.

7. આજથી (1 એપ્રિલ) EMI સસ્તા થઇ જશે. પહેલા લોન દર MCLRના આધારે નક્કી થતા હતા. આજથી આ દર RBIના રેપો રેટના આધારે નક્કી થશે.

8. આજથી (1 એપ્રિલ) ઇનકમ ટેક્સના નવા નિયમો લાગુ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2019-20માં 5 લાખ સુધી ટેક્સ પર રાહત આપવામાં આવી છે.

9. નવા નાણાકીય વર્ષમાં સ્ટેન્ડર્ડ ટેક્સ ડિડક્શન 50 હજાર, બેંક ડિપોઝીટથી મળતા વ્યાજમાં 50 હજાર ટેક્સ ફ્રી. પહેલા તો 10 હજાર રૂપિયા હતું.

10. નવા નાણાકીય વર્ષમાં સેકન્ડ હાઉસ (Second House) પર ટેક્સ ભરવાનો રહેશે નહીં, જો તે ભાડે આપવામાં આવ્યું નહીં હોય તો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news