Budget 2023: મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો; બજેટથી ધનિકોને ફાયદો, ઈન્કમટેક્સ 4 ટકા ઘટયો
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ જાહેર થયું છે. સરકારે આ બજેટને લોભામણું અને હિતકારી ગણાવ્યું છે. 7 લાખના ટેક્સ મામલે અનેક ગૂચવાડા છતાં નોકરિયાત વર્ગ ખુશ છે. નિર્મલા સીતારામને તેમના બજેટમાં ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફારથી મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો કરી પણ વાસ્તવમાં ધનિકોને સૌથી વધારે ફાયદો થશે.
Trending Photos
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ જાહેર થયું છે. સરકારે આ બજેટને લોભામણું અને હિતકારી ગણાવ્યું છે. 7 લાખના ટેક્સ મામલે અનેક ગૂચવાડા છતાં નોકરિયાત વર્ગ ખુશ છે. નિર્મલા સીતારામને તેમના બજેટમાં ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફારથી મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો કરી પણ વાસ્તવમાં ધનિકોને સૌથી વધારે ફાયદો થશે. બજેટમાં મહત્તમ ટેક્સ ૪૨.૭૪ ટકાથી ઘટાડીને ૩૯ ટકા થયો છે. આ ટેક્સ સ્લેબમાં અત્યંત ધનિકો જ આવે છે તેથી સૌથી વધારે ફાયદો તેમને થશે. ટેક્સમાં સીધો ચાર ટકાની આસપાસ ઘટાડો થતાં ધનિકોને બખ્ખાં થઈ જશે. આ ફેરફારના કારણે ૨૫ કરોડની આવક હોય તેને ઈન્કમટેક્સમાં લગભગ એક કરોડ રૂપિયાનો સીધો ફાયદો થઈ જશે. આર્થિક વિશ્લેષકોના મતે, આ ફેરફાર સાથે મોદી સરકારે ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન સહિતના ધનિકોને ફાયદો કરાવવાની પરંપરા જાળવી છે. આ પહેલાંનાં બજેટમાં કોર્પોરેટ ટેક્સના દરોમાં તોતિંગ ઘટાડો કરીને ધનિકોને ફાયદો કરાવાયો હતો.
વાસ્તવમાં નિર્મલાની જાહેરાતોએ ભારે ગૂંચવાડો ઉભો કર્યો છે. મીડિયામાં પણ ઈન્કમટેક્સના દરોમાં કરાયેલા ફેરફારો અંગે અલગ અલગ અર્થઘટનો રજૂ કરાયાં. નિર્મલાએ જૂનું અને નવું ટેક્સ સ્ટ્રક્ચર રજૂ કરેલું. સૌથી મોટો ગૂંચવાડો જૂનું ટેક્સ સ્ટ્રક્ચર નાબૂદ કરી દેવાયું તે કે ચાલુ રખાયો છે કે નહીં તે અંગે છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, ચાલુ વર્ષનો વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ રહે તેવો અનુમાન છે. સૌથી મહત્વની વાત એ છે કે આ નવા કરવેરાની જાહેરાત સાથે હવે આ વ્યવસ્થા દેશનું મુખ્ય માળખું બની ગયું છે. જો કે, જે લોકો જૂની કર વ્યવસ્થા મુજબ આવકવેરો ભરવા માંગતા હોય તો પણ ભરી શકશે.
લોકસભા ચૂંટણીને આડે માત્ર એક વર્ષ બાકી છે, જ્યારે 9 રાજ્યો ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી છે. આ વિધાનસભા ચૂંટણી વર્ષ 2024ની સેમીફાઈનલથી ઓછી નથી. આવી સ્થિતિમાં આ બજેટને ચૂંટણી બજેટ માનવામાં આવી રહ્યું છે, જે ભાજપની વોટ બેંક માટે ભેટથી ભરેલું છે. મોદી સરકારે બુધવારે લગભગ 45 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. સરકારનું આ બજેટ 2023નું ભલે હોય પણ સરકારનો ટાર્ગેટ લોકસભાની ચૂંટણી 2024 છે. અમૃત કાલના પ્રથમ બજેટનું વર્ણન કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આઝાદીના 100 વર્ષ બાદ આ ભારતના વિઝનનું બજેટ છે. મોદી સરકારે મહિલાઓ, લાભાર્થીઓ, ખેડૂતો અને તેની કોર વોટબેંક બની ગયેલા મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કર્યું છે. મોદી સરકારનું બજેટ સંપૂર્ણપણે ચૂંટણી બજેટ તરીકે દેખાઈ રહ્યું છે, જેના દ્વારા તમામને મદદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ખરેખર, ખેડૂતો, ગ્રામજનો, યુવાનો, ગરીબો, મહિલાઓ, વૃદ્ધો, દલિતો, પછાત, અતિ-પછાત, આદિવાસીઓ, સરકારી કર્મચારીઓ, નાના-મોટા ઉદ્યોગપતિઓ, મોટા-નાના ઉદ્યોગપતિઓને પણ આ બજેટમાં કંઇને કંઈ મળ્યું છે. એવા ઘણા વિભાગો છે જેને વોટ બેંક તરીકે જોવામાં આવે છે. સ્વાભાવિક રીતે, ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય બજેટ દ્વારા આ તમામ વર્ગોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે જેથી તે સત્તાની હેટ્રિક કરી શકે. એટલું જ નહીં, શું પાર્ટી 2023માં યોજાનારી 9 રાજ્યોની ચૂંટણી જંગ જીતી શકશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે