Stock Market Rise: સેન્સેક્સે પણ બજેટને વધાવ્યું, 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો, નિફ્ટીમાં પણ જોરદાર તેજી

Budget 2023 સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં ટેક્સ મુક્તિ સાથે ઘણી મોટી જાહેરાતો કરી છે. બજેટમાં કરાયેલી જાહેરાતોની સીધી અસર શેરબજાર પર પડી છે અને બજારના બંને સૂચકાંક સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
 

Stock Market Rise: સેન્સેક્સે પણ બજેટને વધાવ્યું, 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો, નિફ્ટીમાં પણ જોરદાર તેજી

Budget 2023 સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં ટેક્સ મુક્તિ સાથે ઘણી મોટી જાહેરાતો કરી છે. બજેટમાં કરાયેલી જાહેરાતોની સીધી અસર શેરબજાર પર પડી છે અને બજારના બંને સૂચકાંક સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

આજે બજેટના દિવસે શેરબજાર શરૂઆતથી જ તેજી હતી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતાંની સાથે જ બજારના બંને ઈન્ડેક્સ રોકેટની ઝડપે દોડવા લાગ્યા હતા. બજેટની ઘોષણાઓથી ઉત્સાહિત, ભાષણ પૂરું થયું ત્યારે 12.36 વાગ્યા સુધીમાં શેરબજારનો સેન્સેક્સ ઇન્ડેક્સ 1000 પોઈન્ટથી વધુ વધી ગયો હતો.

સેન્સેક્સ 60 હજારને પાર
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન તરત જ ટેક્સ સ્લેબ અને મુક્તિમાં ફેરફારની જાહેરાત કરી હતી. બજારના બંને ઈન્ડેક્સને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપથી વધારો થયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE સેન્સેક્સ 1,033.14 પોઈન્ટ અથવા 1.73% વધીને 60,583.04 પર પહોંચ્યો હતો. બીજી તરફ, NSEનો નિફ્ટી ઈન્ડેક્સ 262.55 પોઈન્ટ અથવા 1.49% ના મજબૂત ઉછાળા સાથે 17,924.70 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતથી જ ઉપર
અગાઉ, બુધવાર 1 ફેબ્રુઆરી 2023 ના રોજ બજેટના દિવસે, શેરબજારના બંને સૂચકાંકો મજબૂત તેજી સાથે ખુલ્યા હતા. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 417.89 પોઈન્ટ અથવા 0.70% ના વધારા સાથે 59,967.79 ના સ્તર પર ખુલ્યા છે. તે જ સમયે NSEના નિફ્ટી ઇન્ડેક્સે 17,776.70 ના સ્તર પર 131.95 અથવા 0.65% પર ટ્રેડિંગ શરૂ કર્યું.

મંગળવારે થોડો વધારો થયો હતો
છેલ્લા ટ્રેડિંગ સેશન અથવા બજેટના એક દિવસ પહેલા મંગળવારે ભારતીય શેરબજાર દિવસભરના ઉતાર-ચઢાવ બાદ આખરે લીલા નિશાન પર બંધ થયું હતું. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 49.49 પોઈન્ટ અથવા 0.08 ટકાના વધારા સાથે 59,549.90 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 33.35 અંક એટલે કે 0.19 ટકાના વધારા સાથે 17,682.30 ના સ્તર પર બંધ થયો.

છેલ્લા પાંચ બજેટ દિવસોમાં શેરબજાર
વર્ષ 2022માં 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 848 પોઈન્ટના વધારા સાથે 58,862.57 ના સ્તરે બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 237 પોઇન્ટના વધારા સાથે 17,577 પર બંધ રહ્યો હતો. વર્ષ 2021માં પહેલી ફેબ્રુઆરીએ સેન્સેક્સમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ 2020માં બજેટના દિવસે સેન્સેક્સમાં 2.43 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2019માં સેન્સેક્સે બજેટના દિવસે 0.59 ટકાનો વધારો નોંધાવ્યો હતો. જ્યારે 2018માં 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 0.16 ટકા ઘટીને બંધ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news