Rooftop Gardening: ધાબે ઉગાડો ફળ, ફૂલ અને શાકભાજી, સરકાર સામેથી આપશે તગડા રૂપિયા

Subsidy News: રૂફટોપ ગાર્ડનિંગ હેઠળ, તમે તમારા ધાબા પર ઓર્ગેનિક ફળો, ફૂલો અને શાકભાજી ઉગાડી શકો છો, આ માટે સરકાર દ્વારા 75% સબસિડી આપવામાં આવશે. શું છે નિયમો અને કોને મળી શકે છે લાભ, જાણો વિગતવાર...

Rooftop Gardening: ધાબે ઉગાડો ફળ, ફૂલ અને શાકભાજી, સરકાર સામેથી આપશે તગડા રૂપિયા

Rooftop Gardening: ખેતી કરવાનો શોખ છે પણ જમીન નથી, તો ફિકર નોટ...સરકાર તમારા માટે લઈને આવી છે શાનદાર યોજના. આ યોજના એવી છે જેનાથી તમને તગડી કમાણી થશે, સરકાર સામેથી આપશે રૂપિયા. જો તમે બાગકામના શોખીન છો અને તમારી પાસે જમીન નથી, તો આ સમાચાર તમારા માટે છે. બિહાર સરકાર રૂફટોપ ગાર્ડનિંગ માટે એક સ્કીમ લાવી છે. આ હેઠળ, તમે તમારા ટેરેસ પર ઓર્ગેનિક ફળો, ફૂલો અને શાકભાજી ઉગાડી શકો છો. તેની મદદથી તમે તમારા ઘરે સસ્તા અને તાજા શાકભાજી ઉગાડી શકો છો. એટલું જ નહીં, રાજ્ય સરકાર રૂફટોપ ગાર્ડનિંગ માટે સબસિડી પણ આપી રહી છે.

જાણો સરકારી સહાયનું ગણિતઃ
ઘરના ધાબે એક યુનિટ એટલેકે 300 વર્ગ ફૂટમાં ટેરેસ ફાર્મિંગનો ખર્ચ 50,000 થાય છે તેનો 75 ટકા ખર્ચ સરકાર આપશે. એટલેકે, 37,500 સરકાર આપશે જ્યારે બાકીનો 12,500 ખર્ચ લાભાર્થીઓએ કરવાનો રહેશે. વ્યક્તિગત રહેણાંક મકાનોમાં ઘરના ધાબે કુલ બે યુનિટ અને કોઈ સંસ્થા કે જાહેર એપોર્ટમેન્ટમાં કુલ પાંચ યુનિટમાં સરકાર સબસિડી આપશે. આ રીતે જોઈએ તો વ્યક્તિગત આવાસ પર બે યુનિટ એટલેકે, કુલ 600 વર્ગ ફૂટ વિસ્તારમાં બાગાયત કરવા બિહાર સરકાર તરફથી કુલ 75000 આપવામાં આવશે. જ્યારે કોઈ સંસ્થા કે કોઈ સોસાયટી અથવા એપોર્ટમેન્ટના ધાબા પર 5 યુનિટ એટલેકે, કુલ 1500 વર્ગ ફૂટ જગ્યામાં બાગાયતી ખેતી એટલેકે, શાકભાજી અને ફળફળાદીનું ઉત્પાદન કરનારને સરકાર વતી 1,87,500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 

રૂફટોપ ગાર્ડનિંગ સ્કીમ શું છે?
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં ધાબા પર ફળો, ફૂલો અને શાકભાજીને પ્રોત્સાહન આપવાનો છે. પટના, ગયા, મુઝફ્ફરપુર અને ભાગલપુરના શહેરી વિસ્તારોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ, સરકાર રૂફટોપ ગાર્ડનિંગ માટે 75% સબસિડી આપે છે. ફાર્મિંગ બેડ સ્કીમ માટે ઘરની છત પર 300 ચોરસ ફૂટ ખુલ્લી જગ્યા જરૂરી છે. ફાર્મિંગ બેડ પ્રતિ યુનિટ (300 ચોરસ ફૂટ)ની કુલ કિંમત રૂ. 50,000 છે. આના પર, રૂ. 37,500 (યુનિટની કિંમતના 75%) ચૂકવવામાં આવશે અને બાકીના રૂ. 12,500 લાભાર્થી દ્વારા ચૂકવવાપાત્ર રહેશે. મહત્તમ 2 યુનિટ (ખાનગી રહેઠાણ) અને 5 એકમો (સંસ્થા/એપાર્ટમેન્ટ) માં ચૂકવવાપાત્ર. યોજનાની એકમ કિંમત રૂ. 10,000 છે, સબસિડી રૂ. 7,500 (યુનિટ ખર્ચના 75%) છે અને બાકીના રૂ. 2,500 તમારે ખર્ચવા પડશે. કોઈપણ અરજદાર વધુમાં વધુ 5 યુનિટનો લાભ લઈ શકે છે. આ ગ્રાન્ટનો લાભ કોઈપણ સંસ્થાને મળવાપાત્ર નથી.

કેવી રીતે અરજી કરવી-
રૂફટોપ ગાર્ડનિંગ સ્કીમનો લાભ મેળવો, તમારી છત પર ઓર્ગેનિક ફળો, ફૂલો અને શાકભાજી ઉગાડો. https://horticulture.bihar.gov.in પર યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરો. વેબસાઇટના ડેશબોર્ડ પર ઉપલબ્ધ 'રૂફટોપ ગાર્ડનિંગ સ્કીમ'ની 'એપ્લાય' લિંક પર જાઓ અને તમે જરૂરી વિગતો ભરીને અરજી સબમિટ કરી શકો છો.

કયા છોડ ઉગાડવા-
બિહાર સરકારના બાગાયત નિદેશાલય, કૃષિ વિભાગના જણાવ્યા મુજબ, શાકભાજી, ફળો અને ઔષધીય છોડને ખેતીની પથારી હેઠળ વાવવામાં આવી શકે છે.

શાકભાજી-
રીંગણ, ટામેટા, મરચાં, કોબીજ, ગાજર, મૂળો, ભીંડા, પાંદડાવાળા શાકભાજી, કોળું ઉગાડી શકાય છે.

ફળો-
જામફળ, કાગી લીંબુ, પપૈયા (રેડ લેડી), કેરી (આમ્રપાલી), દાડમ અને અંજીર ઉગાડી શકાય છે.

ઔષધીય છોડ-
તમે ધૃત કુમારી, કઢીના પાંદડા, વાસકા, લેમન ગ્રાસ અને અશ્વગંધાનો બાગ કરી શકો છો.

કોને કોને મળશે લાભ?
હરિયાળી વધારવા, પોલ્યુશન કંટ્રોલ કરવા, ઓર્ગેનિક શાકભાજી અને ફળફ્રૂટ તરફ લોકોને વાળવા, રાજ્યમાં ખેતીનું પ્રાધાન્ય વધારવા બિહાર સરકારના કૃષિ વિભાગ દ્વારા છત પર બાગવાની યોજના અમલી કરાઈ છે. આ યોજના અંતર્ગત ફાર્મિંગ બેડ અને કુંડા આપવાની પણ યોજના કાર્યરત છે. જેમાં બિહારના પટના, ગયા, મુજફ્ફરપુર અને ભાગલપુરના શહેરી વિસ્તારોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news