હિમ્મતે મર્દા-તો-મદદ તે ખુદા! બન્ને પગ નિષ્ક્રિય, બોનસાઈનું ફાર્મ ઉભું કરી માલિક કરે છે તગડી કમાણી
વડોદરાના દિનેસભાઇ પાટીદાર અગાઉ વડોદરા રેલવેમા નોકરી કરતા હતા પણ આજથી દસ વર્ષ પહેલા અકસ્માત થતા કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થતા તેઓના બન્ને પગ નિષ્ક્રિય થઈ જતાં તેઓ બંને પગથી ચાલી શકતા ન હતા અને તેઓ વ્હીલચેર પર આવી ગયા હતા.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કદમ અસ્થિર હોય એને કદી રસ્તો ઝડતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી, આ ઉક્તિને સાર્થક કરી છે. મૂળ વડોદરાના અને હાલમાં આણંદનાં અડાસ ગામ પાસે રહેતા દિનેશભાઇ પાટીદારએ, એક અક્સ્માતમાં કરોડરજ્જુમાં ગંભીર ઇજા થતાં પોતાનાં બન્ને પગોથી વિકલાંગ થયાં બાદ હિંમત હાર્યા વિના તેઓએ અડાસ પાસે બોન્સાઈ ફાર્મ ઉભુ કરી ત્રણ હજારથી વઘુ બોન્સાઈ છોડનું પ્રદર્શન ઉભુ કર્યુ છે
વડોદરાના દિનેસભાઇ પાટીદાર અગાઉ વડોદરા રેલવેમા નોકરી કરતા હતા પણ આજથી દસ વર્ષ પહેલા અકસ્માત થતા કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થતા તેઓના બન્ને પગ નિષ્ક્રિય થઈ જતાં તેઓ બંને પગથી ચાલી શકતા ન હતા અને તેઓ વ્હીલચેર પર આવી ગયા હતા આ કપરા સમયમાં તેઓને પત્ની રચના પાટીદારનો ઘણો સપોર્ટ રહ્યો હતો. ત્યારબાદ તેઓ વડોદરાથી સિફટ થઈને આણંદ નજીક અડાસ ચોકડી નેશનલ હાઇવે પર દોઢ વિઘા જમીન પર ફાર્મ હાઉસ બનાવી ફાર્મ હાઉસમાં રહેવા આવી ગયાં અને બંને પગેથી નિષ્ક્રીય હોવા છતાં રોજ ફાર્મમા બોનસાઇની જાળવણી કરે છે
દિનેશ પાટીદારનાં બન્ને પગની નિષ્ક્રિયતાને લઇને તેઓ ક્યારેય ડીસઅપોઈન્ટ થયાં નથી નથી. જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે તેનો સહજ રીતે સામનો કરી હીમ્મત રાખીને કામ કરતા રહો. તમને જરૂરથી સફળતા મળશે. દિનેશભાઇના ફાર્મમાં બોન્સાઈનું કલેક્શન જોવા માટે દેશ વિદેશથી દૂરદૂરથી લોકો આવે છે. બોન્સાઈના આ કલેક્શનમાં વડ, પીપળો, પીપળી, મોસંબી ગુગળ, રાયણ, બોગનવેલ, બામ્બૂ, ચીકૂ, સંતરા અને લીમ્બુ જોઈ શકાય છે. તે સિવાય અસંખ્ય જાતના ફૂલોના બોન્સાઈ પણ જોવા મળે છે. દરેક બોન્સાઈનું જતન સૂર્યપ્રકાશ અને વાતારવણના ભેજના આધારે નક્કી કરી શકાય છે. તે સિવાય નિયમીત રીતે બોન્સાઈને કટીંગ અને શેઇપીંગ પણ કરવું પડે છે. બોન્સાઇ ઉગાડવાની રીત ખૂબ જ અનોખી હોય છે. નાના છોડમાંથી બોન્સાઈ બનાવવું હોય તો ટ્રીમીંગ કરવું પડે. એક અલગ કુંડામાં રાખીને બોન્સાઇ તૈયાર કરી શકાય છે. બોન્સાઇ તૈયાર કરવા કુશળતા અને અનુભવ બંને જોઈએ.
દિનેશભાઈ અને તેમના પત્ની ફાર્મમાં રહેલ પ્લાન્ટ્સ અને બોન્સાઈની દેખરેખ રાખે છે. એમએસ યુનિ., આણંદ કૃષી યુનિ. અને પારુલ યુનિ.ના વિદ્યાર્થીઓને બોનસાઇ વિષે માહીતી આપીને ટ્રેનીંગ આપે છે. બોન્સાઈ તેના વિવિધ કલાત્મક આકારના લીધે જ આકર્ષક દેખાય છે. બોન્સાઈને વિવિધ શેઈપ અને ઢાળ આપીને સુંદર બનાવવું એ પણ એક આર્ટ છે. બોન્સાઈ જ્યારે લગાવવામાં આવે ત્યારે ખૂબ નાજુક હોય છે, તેથી તેને ઇચ્છા પ્રમાણેનું ઢાળ આપી શકાય. એના માટે તેને તારથી બાંધીને ઢાળ આપવા પડે. જો કે, આ ટેક્નિક ખૂબ મુશ્કેલ હોય છે ઘણીવાર બોન્સાઈ તૂટી પણ શકે છે દિનેશભાઇના જીવનમાં પ્રકૃત્તિ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. ખરેખર તેમનું આ કલેક્શન અદ્ભુત છે
દિનેશ પાટીદારના ફાર્મમાં 3 હજાર પ્લાન્ટ્સનો તેમજ 3 હજાર થી વધુ બોન્સાઈનો અનોખો સંગ્રહ છે. જેમા દેશી-વિદેશી ફૂલો અને વડ, પીપળો-પીપળી, બામ્બૂ, ચીકૂ, સંતરા અને લીંબુના બોન્સાઈ આ સંગ્રહની વિશેષતા છ, ફાર્મમાં બોન્સાઈનું વિવિધ પ્રકારના કલેક્શન જોવા માટે દેશ વિદેશથી જેમ કે ઓસ્ટ્રેલીયા અને ઇન્ડોનેશીયા સહિત ભારતમાંથી દીલ્હી, બોમ્બે, રાયપુર, અમદાવાદ, સુરત, લખનઉથી લોકો જોવા તેમજ પ્લાન્ટ અને બોનસાઈ અંગેની માહિતી મેળવે છે. આ સિવાય અનેક પ્રકારના જુદીજુદી જાતના ફૂલોના બોન્સાઈ પણ જોવા મળે છે
ગાર્ડનીંગ પ્રેમી દિનેશ પાટીદાર અને રચના પાટીદાર દંપતિનું 3 હજારથી વધુના પ્લાન્ટસ અને બોન્સાઈની માવજાત માટે તેમણે દોઢ વિઘાના વિશાળ પ્લોટમા ધ ગ્રીન હેરીટેજ નામે ફાર્મ વિકસાવ્યું છે. આખા ફાર્મને જાણે એક સુંદર વિશાળ બગીચો બનાવ્યો છે. જે આ દંપતિનો કુદરત પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરે છે. લગભગ 3 હજાર થી વધુ જાતના પ્લાન્ટ્સનુ કલેક્શન તેમજ 3 હજાર થી વધુ બોન્સાઈની જાતી છે, બોન્સાઈની અઢળક વેરાઈટીઓ તેમણે ખૂબ જ પ્રેમથી ઉછેરી છે
દિનેશભાઇ અને તેમના પત્નીએ ફાર્મમા પર્વતોની વચ્ચેથી શીતળ પાણીના ઝરણાંના પાણીના વહેણ વચ્ચે ખીચોખીચ ભરાયેલાં નાના-મોટા અને રંગબેરંગી આકર્ષક ડિઝાઈનવાળા પ્લાન્ટ્રસ ગોઠવાયેલ છે તેમજ ભગાવન બુધની પ્રતિમા પણ બીરજામાન છે. દરેક પ્લાન્ટ્સનું પ્લેસમેન્ટ એક કલાત્મક તરીકે કરાયું છે. આ ફાર્મમાં જાણે કે તેમે કુદરના ખોળે વિહરતા હોય તેમ અમુભાવય છે. દિનેશભાઈ કહે છે કે બોન્સાઈ તો કુદરતની જીવંત કલાકૃતિ છે તેને તો ખૂબ જ સાચવવું પડે છે અને તે સરળ છે
દિનેશભાઇ પાટીદાર બન્ને પગે અપંગ હોવા છતા વ્હીલ ચેરમાં બેસીને બોન્સાઈનાં દરેક છોડની માવજત કરે છે.આ માટે તેઓએ વિશેષ વ્હીલચેર મંગાવી છે જેથી તેઓ વ્હીલચેરની મદદથી ઉભા ઉભા પણ બોન્સાઈના છોડનું ટ્રીમિંગ અને માવજત કરી શકે છે. વડ પીપળો જેવા મોટાં વૃક્ષને ટચૂડકી પ્રતિકૃતિમાં જોઇ લોકો આશ્ચર્યમાં મૂકાઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે