આખા દેશમાં આ ગુજરાતી ખેડૂતનો ડંકો વાગે છે, કપાસની ખેતીમાં તેની તોલે કોઈ ન આવે
Gujarat Farmers : આખા દેશમાં કોઈએ ન કર્યું તે ગુજરાતી ખેડૂતે કરી બતાવ્યું, એક વીઘામાં 100 મણ કપાસ ઉત્પાદન કરી બતાવ્યું. વિઘે 95 મણ કપાસનું ઉત્પાદન લેતા પ્રતિક બારોટનું 23 વખત સન્માન થયું છે
Trending Photos
Gujarat Farmers : આખા દેશમાં કોઈએ ન કર્યું તે ગુજરાતી ખેડૂતે કરી બતાવ્યું, એક વીઘામાં 100 મણ કપાસ ઉત્પાદન કરી બતાવ્યું. વિઘે 95 મણ કપાસનું ઉત્પાદન લેતા પ્રતિક બારોટનું 23 વખત સન્માન થયું છે
કપાસ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાય છે. ગુજરાતનો મૂળ પાક કપાસ છે, ત્યારે આજે વાત કરીએ પાટલ જીલ્લાના જંગરાલના ખેડૂત પ્રતિકભાઈ બારોટની. જેઓ વીઘે 90થી 100 મણ કપાસનું ઉત્પાદન મેળવે છે. તેમના જેટલું કપાસનું ઉત્પાદન આખા ગુજરાતમાં કોઈ નથી કરતું. તેમણે અન્ય ખેડૂતોને માર્ગદર્શન પણ આપ્યું હતું.
કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે. ખેડૂતનો દીકરો એટલે જગતનો તાત. કેટલાય ખેડૂતો ખેતી કરીને નિરાશા મેળવે છે. આવામાં પ્રતિકભાઈ બારોટનું સન્માન થતુ હોય છે. છેલ્લા 15 થી 20 વર્ષથી 90 થી 95 મણ એક વિધામાં કપાસનું ઉત્પાદન મેળવીને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રતિકભાઈ ઘનશ્યામભાઈ બારોટનો ગુજરાતમાં ડંકો વાગે છે. જ્યારે કપાસની ખેતીની વાત આવે, ત્યારે પ્રતિકભાઈ બારોટનું નામ ગર્વથી લેવાય છે. છેલ્લા 20 વર્ષથી તેઓ સતત આ રીતે ઉત્પાદન મેળવી રહ્યાં છે.
પ્રતિકભાઈને આ માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથ ત્રણવાર બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત ઓલ ઈન્ડિયા કોટન ફેડરેશન દ્વારા 22 વખત તેમનું સન્માન કરાયું છે. 2100 થી 2200 ટીડીએસ ક્ષારવાળું પાણી હોવા છતા દર વર્ષે 3 થી 4 વિધામાં શાકભાજીનું પણ વાવેતર કરે છે.
ખેડૂતોએ કપાસના પાકમાં પાયાના ખાતર તરીકે વધુમાં વધુ દેશી ખાતર વાપરવું જોઈએ. તેમણે વાવેલા કપાસના વાવેતર વિશે આ પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે, બીયારણ અને રોગ-જીવાત સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને છોડને કયા તત્વો ખુટે છે તે જાણવા જમીનનું પરિક્ષણ કરાવવું ખુબ જરુરી છે. તે ઉપરાંત સમયસર ખાતર-દવા આપવા જોઈએ. જેથી પાક સારો થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે