ખેડૂતો પર વારી ગઈ ગુજરાત સરકારઃ લોકસભા પહેલાં વીજળી અંગે લેવાયો મોટો નિર્ણય

Agricultural News: ખેડૂતો માટે ખુશખબર! ખેતીવાડી માટે વીજળી આવશ્યકતા હંમેશાથી ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન રહ્યો છે. સાથે જ વીજ કર ને કારણે ખેડૂતો પર મોટો આર્થિક બોજો પણ પડતો હોય છે. એવામાં આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે.

ખેડૂતો પર વારી ગઈ ગુજરાત સરકારઃ લોકસભા પહેલાં વીજળી અંગે લેવાયો મોટો નિર્ણય

Agricultural News: ખેડૂતો માટે સારા સમાચાર...આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ ગુજરાત સરકારે હલ કરી દીધો ખેડૂતોનો વર્ષો જૂનો પ્રશ્ન. ખેડૂતો પર વારી ગઈ ગુજરાત સરકાર. ભાજપ સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે એવો સરકાર દ્વારા દાવો કરાય છે. ત્યારે આ વખતે ખેડૂતોના હિતમાં લેવાયેલો નિર્ણય એ વાતની હામી પુરાવે છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે તેમ,ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું.

250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી

મંત્રી દેસાઈએ પેટા પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું હતું કે,ખાનગી વીજ કંપનીઓ પાસેથી વીજ રેગ્યુલેટરિટીના નિયત કરેલા દર મુજબ જ વીજળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10 ટકા હતો જેને  વર્ષ 2012માં ઘટાડીને 7.50 ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ખાનગી વીજ કંપનીઓ પાસેથી રેગ્યુલેટરિટી ઓથોરિટીના નક્કી દર મુજબ જ વીજળી ખરીદીની વ્યવસ્થા કરવામાં આવી છે. 

જ્યારે શહેરી વિસ્તારમાં અગાઉની સરકારમાં વર્ષ 1980માં 40 ટકા વીજ કર વસૂલવામાં આવતો હતો જે અમારી સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ 2006માં 20 ટકા અને વર્ષ 2012માં તેમાં પણ ઘટાડો કરીને 15 ટકા કરવામાં આવ્યો છે તેમ, મંત્રી વધુ વિગતો આપતાં કહ્યું હતું.

ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જે સંદર્ભે પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૬,૬૩૭ ખેડૂતોને વીજ બીલમાં વાર્ષિક રૂ.૧.૬૭ કરોડની રાહત મળી છે. મંત્રીએ કહ્યું કે, પાટણ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૧૩,૧૦૯ ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક રૂ.૬.૦૫ કરોડની રાહત આપવામાં આવી છે. તે જ રીતે રાજકોટ જિલ્લામાં ૧,૬૨,૩૨૫ ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક રૂ.૧૬.૯૦ કરોડની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news