OMG! એન્ટિબાયોટિક લેવાથી મહિલાને થઈ એવી સાઈડ ઈફેક્ટ, PHOTO જોઈ ચોંકી જશો

આજકાલ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ખુબ થઈ રહ્યો છે. સ્વસ્થ હોવ કે પછી બીમાર પોતાને ફિટ રાખવા માટે લોકો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ  કરી રહ્યાં છે. એન્ટિબાયોટિક્સ લેતી વખતે આપણને તેના ફાયદા તો ખબર હોય છે પરંતુ નુકસાન કે સાઈડ ઈફેક્ટ્સ અવગણતા હોઈએ છીએ. એન્ટિબાયોટિક્સની સાઈડ ઈફેક્ટ્સનો એક એવો મામલો સામે આવ્યો છે કે જેને જાણીને બધા જ સ્તબ્ધ છે. 
OMG! એન્ટિબાયોટિક લેવાથી મહિલાને થઈ એવી સાઈડ ઈફેક્ટ, PHOTO જોઈ ચોંકી જશો

નવી દિલ્હી: આજકાલ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ખુબ થઈ રહ્યો છે. સ્વસ્થ હોવ કે પછી બીમાર પોતાને ફિટ રાખવા માટે લોકો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ  કરી રહ્યાં છે. એન્ટિબાયોટિક્સ લેતી વખતે આપણને તેના ફાયદા તો ખબર હોય છે પરંતુ નુકસાન કે સાઈડ ઈફેક્ટ્સ અવગણતા હોઈએ છીએ. એન્ટિબાયોટિક્સની સાઈડ ઈફેક્ટ્સનો એક એવો મામલો સામે આવ્યો છે કે જેને જાણીને બધા જ સ્તબ્ધ છે. 

વાત જાણે એમ છે કે વોશિંગ્ટનમાં રહેતી એક 55 વર્ષની મહિલાનો અકસ્માત થયો ત્યારબાદ ડોક્ટરોએ તેને એન્ટિબાયોટિક્સ આપી. એન્ટિબાયોટિક્સ લેવાના કારણે પહેલા તો મહિલાની જીભ કાળી થઈ ગઈ અને ત્યારબાદ તેના પર વાળ ઉગી ગયાં. સેન્ટ લુઈઝના ડોક્ટરોનું કહેવું છે કે મહિલાને જીભ પર આ પ્રકારે પરેશાની એટલા માટે થઈ કારણ કે પગમાં ઈજા થઈ હોવાના કારણે ડોક્ટરોએ તેને માઈનોસાઈક્લાઈન પ્રિસ્ક્રાઈબ કરી હતી. 

કેમ થઈ આ સમસ્યા
સેન્ટ લુઈઝના ડોક્ટરોનું કહેવું છે કે માઈનોસાઈક્લાઈનની સાઈડ ઈફેક્ટ્સ અંગે ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ મેડિસિનમાં છપાઈ ગયું છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે આ સમસ્યા એવા લોકોને થાય છે જે લોકો પોતાના દાંત અને મોઢાની સફાઈ સારી રીતે કરતા નથી. 

(फोटो साभार : ट्विटर/Live science)

(તસવીર સાભાર-/Live science)

સારવારના એક મહિના બાદ થઈ જીભ કાળી
જીભ પર વાળ ઉગ્યા બાદ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મહિલાની સારવાર કરનારા ડોક્ટરોનું કહેવું છે કે તેમણે માઈનોસાઈક્લાઈન આપવાનું બંધ કરી દીધુ અને મહિલાને જેટલું બની શકે તેટલું મોંઢુ ચોખ્ખુ અને બ્રશ કરવાની સલાહ આપવામાં આવી. ડોક્ટરોએ કહ્યું કે યોગ્ય રીતે મોંઢુ ચોખ્ખુ રાખવા અને બ્રશ કરવાના કારણે મહિલાની જીભ ફરીથી નોર્મલ થઈ ગઈ. 

એન્ટિબાયોટિક્સ શું છે?
એન્ટિબાયોટિક્સને એન્ટિબેક્ટેરિયલ પણ કહેવાય છે. બેક્ટેરિયલ ઈન્ફેક્શન્સ સામે લડવા માટે તે ખુબ શક્તિશાળી દવા છે. યોગ્ય રીતે લેવામાં આવે તે જીવનને બચાવે છે. પરંતુ બીજી દવાઓની જેમ એન્ટિબાયોટિક્સના પણ સાઈડ ઈફેક્ટ્સ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news