મહિલાએ મોત પહેલા FaceBook Live કરી દેખાડ્યો ભયાનક નજારો, US ના Tennessee રાજ્યમાં પૂરને કારણે સર્જાઈ તારાજી

અમેરિકાના ટેનેસી (Tennessee) રાજ્યમાં આવેલા વિનાશક પૂરને કારણે વિકેન્ડના અંતે ઘણી તારાજી સર્જાઈ હતી. આ પૂરને કારણે ભારે નુકસાન થયું, ઘણાં મકાનોને નુકસાન થયું, કાર તણાઈ ગઈ

મહિલાએ મોત પહેલા FaceBook Live કરી દેખાડ્યો ભયાનક નજારો, US ના Tennessee રાજ્યમાં પૂરને કારણે સર્જાઈ તારાજી

ટેનેસી: અમેરિકાના ટેનેસી (Tennessee) રાજ્યમાં આવેલા વિનાશક પૂરને કારણે વિકેન્ડના અંતે ઘણી તારાજી સર્જાઈ હતી. આ પૂરને કારણે ભારે નુકસાન થયું, ઘણાં મકાનોને નુકસાન થયું, કાર તણાઈ ગઈ. ટેનેસીની એક મહિલા લિન્ડા અલમોન્ડ (Linda Almond) પણ આ પૂરના પાણીમાં (Flood Water) તણાઈ ગઈ. તે તેના ઘરમાં ખૂબ જ ઉંચાઈ પર ચઢી હતી પરંતુ ત્યાંથી પડી ગઈ અને પૂરના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું. મરતા પહેલા લિન્ડાએ ફેસબુક (Facebook Live) પર એક મિનિટનો વીડિયો લાઇવ કર્યો હતો.

તે ભયાનક છે
ફેસબુક લાઈવમાં (Facebook Live) લિન્ડા કહે છે, 'જો કોઈ ફેસબુક પર મારું લાઈવ જોઈ રહ્યું હોય, તો અમે હમણાં ટેનેસીના (Tennessee) વેવર્લીમાં પૂરમાં ફસાયા છીએ. તે ભયાનક છે.' ત્યારબાદ પાણી (Flood Water) વધવાનું શરૂ થાય છે. ત્યારે બીજી કોઈ વ્યક્તિ કહે છે કે 'ઘર સાથે કંઇક અથડાયું છે.' ત્યારબાદ લિન્ડાનો (Linda Almond) અવાજ છેલ્લી વખત સંભળાય છે, તે કહે છે, 'ઓહ માય ગોડ'. ત્યારબાદ વીડિયો કટ થઈ જાય છે.

લિન્ડાના પરિવારે જણાવ્યું કે લિન્ડા અને તેનો પુત્ર છત પર ચઢી ગયા હતા પરંતુ લિન્ડા ત્યાંથી પડી ગઈ હતી. તેનો દીકરો બચી ગયો પણ લિન્ડાને બચાવી શકાઈ નહીં અને તેનું મોત થયું. લિન્ડાના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી છે. ભાઈ લીઓ અલમોન્ડએ ફેસબુક પર કહ્યું, 'ગઈકાલે પાણીમાં પડ્યા બાદ તેનું મોત થયું હતું. તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરો.

અત્યાર સુધીમાં 21 મોત
રાજ્યમાં પૂરના કારણે ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે અને 20 ગુમ છે. મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વાવાઝોડા સાથે આવેલા 38 સેમી વરસાદથી અહીંના રાષ્ટ્રીય ધોરીમાર્ગ, પુલ અને ઘણા મકાનોને નુકસાન થયું છે. નેશવિલે નજીક હમ્ફ્રીઝમાં ટેનેસીનો 24 કલાક વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news