આ 22 વર્ષની બેલે ડાન્સર પર મોહી ગયા રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin
મારિયા શુવાલોવા (Maria Shuvalova) રૂસની સૌથી ધનિક બેલે ડાન્સર હોવાનો દાવો કરી શકે છે. મારિયા ઈગોર શુવાલોવ (Igor Shuvalov)ની છોકરી છે. મારિયા ઈગોર શુવાલોવ (Igor Shuvalov) રૂસના રાજ્ય વિકાસ કોર્પોરેશનના વડા છે અને 2018માં ઉપ પ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા છે. મારિયા પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ફિદા છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ મારિયા શુવાલોવા (Maria Shuvalova) બેલે ડાન્સર છે અને તેની કમાણી એક દિવસની 75 લાખ રૂપિયા છે.આ બેલે ડાન્સર અધધધ કમાણી કરે છે.તેની જાણકારી 2018માં થઈ હતી.કઈ રીતે જાણ કારી થઈ તે પણ જાણી લો.રૂસ (Russia)ના રાષ્ટ્રીપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પર પોતાના નજીકના વ્યક્તિઓ પર રૂપિયા લૂંટાવવાનો વધુ એક આરોપ લાગ્યો.પુતિનના ખાસ મિત્રની બેલે ડાન્સર પુત્રીની કમાણીનો આંકડો સામે આવતા વિપક્ષે પણ પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે.તેમને આ નાણાં 'કેપિટલ એસેટ મેનેજમેન્ટ'માં ભૂમિકા નિભાવવા માટે આપવામાં આવે છે.
આ કારણથી થઈ રહ્યો છે રૂપિયાનો વરસાદ
2018માં ટેક્સની યાદીમાં જાહેર થયું કે મારિયા શુવાલોવા (Maria Shuvalova) વધુ કમાણી કરી રહી છે.માનવામાં આવે છે કે પુતિનના એકદમ નજીક હોવાથી તેના પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે.
કેટલીક Countries ફરી ચુકી છે
મારિયા શુવાલવા (Maria Shuvalova) બેલે ડાન્સર છે અને છેલ્લા બે વર્ષમાં તે સાઈપ્રસ,ઈટલી સહિત દુનિયાના કેટલાક દેશોમાં ફરી ચુકી છે.આ જ મહિને તે તેના પરિવાર સાથે દુબઈમાં ફરતી જોવા મળી હતી.
Companyના રેકોર્ડમાં નથી ઉલ્લેખ
મારિયા શુવાલોવાને આ રૂપિયા કેપિટલ એસેટ મેનેડમેન્ટ તરફથી આપવામાં આવે છે જે સર્ગેઈ કોટલયારેકો સાથે જોડાયેલી છે.કહેવામાં આવે છે કે મારિયાના પિતા સર્ગેઈમાં વકીલ છે.આ કંપની 600 લોકો અને 19 કાયદાકિય સંસ્થાઓ સાથે એસેટનું મેનેજમેન્ટ કરે છે.મહત્વની વાત તો એ છે કે આટલા રૂપિયા કમાયા બાદ પણ કંપનીના રેકોર્ડમાં ક્યાંય પણ મારિયા શુવાલવા (Maria Shuvalova)નો કર્મચારી તરીકે ઉલ્લેખ નથી. છેલ્લા બે વર્ષમાં મારિયા શુવાલવા (Maria Shuvalova) એ બે અરબ રૂપિયાની કમાણી કરી.
શુવાલવા (Maria Shuvalova) માં છે ક્યો ગુણ?
ટ્રાન્સફરન્સી ઈન્ટરનેશનલ રૂસની ડેપ્યુટી જનરલ ડાયરેક્ટર ઈલ્યા સુમાનોવે (ilya Shumanov) જણાવ્યું છે કે,એ કલ્પના કરવી કઠીણ છે કે કોઈ ગુણના કારણે મારિયા શુવાલોવાને (Maria Shuvalova) આટલા રૂપિયા આપવામાં આવે છે.મારિયાએ અત્યાર સુધી આ રિપોર્ટ પર કોઈ નિવેદન આપ્યું નથી પરતું સોશિયલ મીડિયા સેટિંગ બદલી દીધુ છે જેથી કોઈ સોશિયલ મીડિયા પર તેને પોસ્ટ ના કરી શકે.ઉલ્લેખનીય છે કે આ પહેલા વિપક્ષના નેતા એલેક્સી નવેલનીએ વ્લાદિમીર પુતિનની અંગત જીંદગી અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે,કાલા સાગરના કિનારે પુતિનનો 100 અરૂબ રૂપિયાનો મહેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે