અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ રીતે ઉજવી દિવાળી, જુઓ VIDEO

દિવાળીનો તહેવાર આજે ન માત્ર દેશભરમાં પરંતુ વિશ્વભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દિવાલી ઉજવી હતી. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ રીતે ઉજવી દિવાળી, જુઓ VIDEO

નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર આજે ન માત્ર દેશભરમાં પરંતુ વિશ્વભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દિવાલી ઉજવી હતી. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પત્ની મેલાનિયાની સાથે વ્હાઇટ હાઉસમાં દિવડા પ્રગટાવ્યા અને સાથે લોકોને શુભકામનાઓ આપી હતી. 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'અમે દીપ પ્રગટાવીને પોતાના સંબંધો અને સંસ્કૃતિને મજબૂત થવાની કામના કરીએ છીએ. આ દિવાળી બધા માટે આશા લઈને આવે અને હું બધાને દિવાળીની શુભેચ્છા આપુ છું.'

— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019

આજે દેશભરમાં દિવાળી ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે મન કી બાત કાર્યક્રમમાં દેશની જનતાને સંબોધિત કરી હતી. તેમણે સૌથી પહેલા બધાને દિવાળીની શુભેચ્છા આપી હતી. 

પીએમ મોદીએ કહ્યયું કે, પ્રકાશના આ પર્વ પર સકારાત્મકતાને અપનાવો. સાથે કહ્યું કે, આજે વિશ્વના ઘણા દેશ દિવાળી ઉજવે છે. તો દિવાળીના શુભ અવસર પર સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાની દિવાળીની ઉજવણીના કેટલાક ફોટો શેર કર્યા અને શુભેચ્છા આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news