Twitter એ ખોલ્યા કમાણીના દરવાજા! ઘણા યૂઝર્સને આપ્યું લાખોનું પેમેન્ટ, શરૂ કર્યો આ પ્રોગ્રામ

Twitter Starting Ads Revenue Sharing: આ પ્રોગ્રામ એવા ક્રિએટર્સ માટે એક શ્રેષ્ઠ તક છે જે  Twitter પર પોતાના કામને શેર કરે છે અને તેમના ફોલોવર્સે સાથે જોડાવા માંગે છે. આ પ્રોગ્રામ ક્રિએટર્સને તેમના કામને કોમર્શિયલ બનાવવા અને તેના વડે નાણાં કમાવવાનો માર્ગ પણ પ્રદાન કરે છે.

Twitter એ ખોલ્યા કમાણીના દરવાજા! ઘણા યૂઝર્સને આપ્યું લાખોનું પેમેન્ટ, શરૂ કર્યો આ પ્રોગ્રામ

Twitter એ  યુઝર્સના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. Twitter એ ક્રિએટર્સ માટે એક નવો એડ્સ રેવેન્યૂ શેયરિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ ક્રિએટર્સને તેમની પોસ્ટના રિપ્લાયથી શરૂ કરીને એડ રેવેન્યૂમાં ભાગ આપશે. આ ક્રિએટર્સને Twitter પર કમાણી કરવાની નવી રીત પ્રદાન કરશે. આ પ્રોગ્રામ એવા ક્રિએટર્સ માટે એક શ્રેષ્ઠ તક છે જે  Twitter પર પોતાના કામને શેર કરે છે અને તેમના ફોલોવર્સે સાથે જોડાવા માંગે છે. આ પ્રોગ્રામ ક્રિએટર્સને તેમના કામને કોમર્શિયલ બનાવવા અને તેના વડે નાણાં કમાવવાનો માર્ગ પણ પ્રદાન કરે છે.

કંપનીએ કહી આ વાત
કંપનીએ 'ક્રિએટર એડ રેવન્યુ શેરિંગ' પેજ પર જણાવ્યું હતું કે, 'અમે ક્રિએટર્સ માટે એડ રેવન્યુ શેરિંગનો સમાવેશ કરવા માટે અમારી ક્રિએટર મોનેટાઇઝેશન ઓફરનો વિસ્તાર કરી રહ્યા છીએ. આનો અર્થ એ છે કે ક્રિએટર્સને તેમની પોસ્ટના જવાબોથી શરૂ કરીને એડ રેવેન્યૂમાં હિસ્સો મેળવી શકે છે. આ અમારા પ્રયાસનો એક ભાગ છે જે લોકોને Twitter પર સીધી આજીવિકા કમાવવામાં મદદ કરે છે.

ઘણા યુઝર્સને રૂ. 5 લાખથી વધુ મળ્યા રૂપિયા
એક ટ્વીટ એ પણ જણાવે છે કે લોકપ્રિય યુટ્યુબર મિસ્ટર બીસ્ટ (જેમ્સ ડોનાલ્ડસન) એ જાહેરાત શેરિંગ આવકના ભાગ રૂપે Twitter પરથી $25,000 (રૂ. 21 લાખ) કમાયા હતા. ઘણા યૂઝર્સને વળતર તરીકે 5 લાખ રૂપિયાથી વધુ રકમ મળી છે.

આ પ્રોગ્રામ એવા તમામ દેશોમાં ઉપલબ્ધ હશે જ્યાં સ્ટ્રાઇપ પેઆઉટ સપોર્ટ મળે છે. પ્લેટફોર્મે કહ્યું, 'અમે ઇનિશિયલ ગ્રુપની શરૂઆત કરી રહ્યા છીએ જેને પેમેન્ટ એક્સેપ્ટ કરવા માટે ઇનવાઇટ કરવામાં આવશે. મસ્કએ ગયા મહિને કહ્યું હતું કે, 'X/Twitter ક્રિએટર્સને તેમના રિપ્લાયમાં દર્શાવેલી જાહેરાતો માટે ચૂકવણી કરવાનું શરૂ કરશે. પ્રથમ બ્લોક ચુકવણી $5 મિલિયન છે.

આ દરમિયાન માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ગુરુવારે જણાવ્યું હતું કે, "14 જુલાઈથી શરૂ કરતાં અમે એક નવું મેસેજ સેટિંગ ઉમેરી રહ્યા છીએ જે DMમાં સ્પામ સંદેશાઓની સંખ્યા ઘટાડવામાં મદદ કરશે." જ્યારે નવી સેટિંગ લૉન્ચ કરવામાં આવશે, ત્યારે યૂઝર્સ જે લોકોને ફોલો કરે છે તેમના સંદેશા પ્રાયમરી ઇનબૉક્સમાં જશે, અને વેરીફાઇડ યૂઝર્સને તે ફોલો નથી કરતા તેમના મેસેજ રિક્વેસ્ટ ઇનબોક્સમાં જશે. 

(ઇનપુટ- આઇએએનએસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news