Twitter Deal Hold: એલન મસ્કની Twitter ડીલ અટકી, જાણો કયા કારણોસર અટકી રહ્યો છે સોદો?
Twitter Deal Hold: મસ્કે ગત અઠવાડિયે જ આ ડીલ માટે $7 બિલિયન સિક્યોર કર્યા છે, જેમાંથી તે $44 બિલિયનની ડીલ પૂરી કરી શકે. એલન ડીલના સમયથી જ પ્લેટફોર્મ પર હાજર ફેક અને બોટ એકાઉન્ટને દૂર કરવાની વાત કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: તાજેતરમાં એલોન મસ્કે ટ્વીટર ખરીદ્યું ત્યારથી અલગ અલગ ન્યૂઝ આવી રહ્યા છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે એલોન મસ્કે ટ્વીટર ડીલને હોલ્ડ પર રાખી દીધું છે. જોકે, ડીલ હંમેશાં માટે રોકવામાં આવી નથી, પરંતુ તેમણે ટેમ્પરેરી રીતે હોલ્ડ પર રાખ્યું છે. મસ્કે ટ્વિટર ડીલને હોલ્ડ કરવાનું કારણ સ્પૈમ બતાવ્યું છે. મસ્કે ગત મહિનાની શરૂઆતમાં 44 અરબ ડોલરમાં ટ્વિટરને ખરીદવાની ડીલ કરી હતી.
ડીલના રસ્તાનો અવરોધ બન્યો બોટ્સ
મસ્કે ગત અઠવાડિયે જ આ ડીલ માટે $7 બિલિયન સિક્યોર કર્યા છે, જેમાંથી તે $44 બિલિયનની ડીલ પૂરી કરી શકે. એલન ડીલના સમયથી જ પ્લેટફોર્મ પર હાજર ફેક અને બોટ એકાઉન્ટને દૂર કરવાની વાત કરી રહ્યા છે. તેમણે ડીલ સમયે કહ્યું હતું કે જો આ ડીલ થશે તો તેમની પ્રાથમિકતા પ્લેટફોર્મ પરથી બોટ એકાઉન્ટને હટાવવાની રહેશે.
Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn
— Elon Musk (@elonmusk) May 13, 2022
તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ટ્વીટર ડીલને ટેમ્પરેરી રીતે હોલ્ડ પર રાખવામાં આવી છે. જોકે, ટ્વિટરે એક ફાઈલિંગમાં જાણકારી આપી હતી કે તેમના પ્લેટફોર્મ પર માત્ર 5 ટકા જ સ્પેમ/ ફેક એકાઉન્ટ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 22.9 કરોડ યૂઝર્સ છે.
ટ્વિટરને પણ છે ઘણા રિસ્ક
આ મહિનાની શરૂઆતમાં કંપનીએ પોતાની ફાઈલિંગમાં જણાવ્યું હતું કે ડીલ બંધ થાય ત્યાં સુધી તેમણે ઘણા જોખમો છે. ખાસ કરીને જાહેરાત સાથે સંબંધિત. શું જાહેરાતકર્તાઓ ટ્વિટર પર ખર્ચ કરવાનું ચાલુ રાખશે અને 'ભવિષ્યની યોજનાઓ અને વ્યૂહરચના વિશે પણ અનિશ્ચિતતા છે'
કંપનીના શેરનો ભાવ પ્રી માર્કેટમાં ઘટ્યો
ડીલને હોલ્ડ પર મૂકવાની જાણકારી સામે આવતા જ ટ્વિટરના શેરમાં મોટો ઘટાડોનું અનુમાન છે. પ્રી માર્કેટ ટ્રેડિંગમાં જ કંપનીના શેર લગભગ 20 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. થોડાક દિવસો પહેલા જ એક ફર્મે ટ્વિટર અને મસ્કરની ડીલને લઈને ઘણા પ્રકારની અટકળો લગાવી હતી.
એલોન મસ્કે પહેલા જ કર્યો હતો વાયદો
તમને જણાવી દઈએ કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા ઈંકના માલિક એલન મસ્કે આ ડીલ પહેલા જ પોતાના ફોલોઅર્સને એક વાયદો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમની પ્રાથમિકતામાંથી એક ટ્વિટર મંચ પરથી સ્પેમ બોટ્સને હટાવવાનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે